Ahmedabad Airport : ગુજરાત ATS એ મોટી સફળતા હાથ લાગી છે. આતંકી સંગઠન સાથે જોયેલા શખ્સોની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઈસ્લામી સ્ટેટના 4 આતંકીઓની ધરપકડ કરાઈ છે. આ તમામ આરોપીઓ શ્રીલંકાના રહેવાસી છે. હાલ આરોપીઓની વધુ તપાસ શરૂ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી એકવાર મોટી આતંકી હિલચાલ થઈ છે. ફરી એકવાર રાજ્યમાં આતંકવાદી સંગઠન ISIS મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. ગુજરાતને આતંકની આગમાં હોમવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટથી આઈએસઆઈએસના 4 આતંકી ઝડપાયા છે. 



ગુજરાત ats દ્વારા isis ના ચાર ISIS ના આતંકીઓ પકડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ચાર પૈકી એક આતંકીના મોબાઈલમાંથી પ્રોટોન મેલ એપ મળી આવ્યો છે. પ્રોટોન મેલના ઈનબૉક્સમાં અમદાવાદના લોકેશન અને ફોટો મળી આવ્યા છે. ચાર પૈકી એક રિક્ષા ચાલક શ્રીલંકામાં બીજો ડ્રગ્સના કેસમાં પકડાયેલ છે. આ તમામ Isis ના હેન્ડલના સંપર્કમાં હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી હેન્ડલ સાથે સંપર્કમાં આવતા હતા. Isis થી પ્રભાવિત થાય ને isis માં જોડાયા હતા.


 



ગુજરાતમાં હવાઈ માર્ગે પ્રવેશેલા 4 આતંકી ઝબ્બે કરી લેવાયા છે. ચેન્નાઇ એરપોર્ટથી વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. ATS ગુજરાતે ચાર શ્રીલંકન નાગરિકોની ધરપકડ કરી છે. ચારેય આતંકી ISIS સાથે સંકળાયેલા છે. બે સપ્તાહથી આતંકીઓ આવવા હોવાની માહિતી મળી હતી. રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ ATS એ વોચ ગોઠવી હતી. પકડાયેલા આતંકીઓ પ્રોટોન મેલનો ઉપયોગ કરતા હતા. આતંકીઓના મનસૂબા જાણવા દુભાષીયાની મદદ લેવાઈ રહી છે. કારણ કે, આતંકીઓ તામિલ ભાષા જાણતા હોવાથી દુભાષીયાની મદદથી પૂછપરછ કરાઈ રહી છે. 


(વધુ માહિતી અપડેટ થઈ રહી છે)


ગુજરાતમાં હીટવેવની ખતરનાક અસર : અસહ્ય તાપમાં ઢળી પડી રહ્યાં છે લોકો, આ શહેરવાળા ખાસ સાચવજો