Gujarat Government Scheme : દીકરીઓને ભણવામાં મદદ કરતી 2 સરકારી યોજના માટે નવા અપડેટ, તમારી દીકરીને મળશે રૂપિયા
Namo Lakshmi Yojana : ધોરણ ૯થી ૧૨ની વિર્દ્યાનિીઓને સહાય માટે અમલની જાહેરાત, સ્કોલરશીપ મળતી હશે તો પણ વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે
Namo Saraswati Yojana : ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્ર માટે બે નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે ખાસ કરીને દીકરીઓને સમર્પિત છે. 1650 કરોડના ખર્ચની આ યોજનાઓમાં પ્રથમ નમો લક્ષ્મી અને બીજી નમો સરસ્વતી છે. આ બંને યોજનાઓ દીકરીઓના શિક્ષણ સાથે સંબંધિત છે અને તેમને તેમના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. શાળાની વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ મળી રહે તે માટે અમદાવાદ DEO ગ્રામ્યનો સર્ક્યુલર ફરતો કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
જાણીતા સંત સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી, બે દિવસ પહેલા સમાધિની જગ્યા નક્કી કરી હતી
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવાને લઈ સર્ક્યુલર જાહેર કરાયો છે. યોજના મુજબ વિદ્યાર્થીનીઓના માતાના એકાઉન્ટમાં સ્કોલરશિપ જમા થશે. સ્કોલરશીપ પોર્ટલ શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીનીઓના જરૂરી પુરાવા કલેક્ટ કરવા સૂચના અપાઈ છે. 10 દિવસની અંદર ડોક્યુમેન્ટ કલેક્ટ કરવા શાળાઓને સૂચના અપાઈ છે. બંને યોજનાઓની જાણ વિદ્યાર્થીનીઓ અને વાલીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. યોજના માટેનું પોર્ટલ શરુ થાય ત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્રના સીટીએસ ઉપર રજીસ્ટ્રેશન કરવા સૂચના અપાઈ.
આ રીતે કામ કરશે નમો લક્ષ્મી યોજના
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત ₹50,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને આપવામાં આવશે. આ યોજનાથી ધોરણ 9 થી 12 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે અને સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે. નમો લક્ષ્મી યોજના માટે ગુજરાત બજેટ 2024-25માં અંદાજિત ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વહુ-દીકરાની અંગત પળોને વેબસાઈટ પર લાઈવ કરતા સાસુ-સસરા સામે હાઈકોર્ટ લાલધૂમ
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટ 2024-25 માં અંદાજિત ₹400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ગુજરાતના આ 2 શહેરોમાં રહેશો તો જલ્દી મોત આવશે, અહીંની હવા લોકોને બીમાર બનાવી રહી છે
15 લાખ વિદ્યાર્થીઓને ફાયદો
નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના કારણે દર વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓને સીધા DBT (Direct Beneficiary Transfer)થી નાણાકીય સહાયનો લાભ મળશે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાના શુભારંભની સાથે-સાથે જ્ઞાનસેતુ મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનસાધના મેરિટ સ્કૉલરશિપ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એક્સલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સ હેઠળ 60,000થી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત ₹61 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવશે.
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા માટે અને પ્રાથમિક શિક્ષણ રાજ્યના ખૂણે-ખૂણે પહોંચે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. શાળાકીય શિક્ષણ માટેની કુલ બજેટ જોગવાઇ છેલ્લા પાંચ વર્ષમાં બમણાથી વધુ કરવામાં આવી છે. આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણમાં, તેમાં પણ ખાસ કરીને કન્યાઓના શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધાર થશે.
હીરના ધોરણ-10 માં 99.70 પર્સન્ટાઈલ આવ્યાની ખુશી બે દિવસ પણ ન રહી, બ્રેન હેમરેજથી મોત