સલમાન ખાન ફાયરિંગ કેસમાં વધુ એક ગુજરાત કનેક્શન નીકળ્યું, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પહોંચ્યા સુરત
Salman Khan House Firing : મુંબઈ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા, આરોપીઓએ રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી હતી, રિવોલ્વરની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ સુરત પહોંચી, ક્રાઈમ બ્રાન્ચ અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે
Firing On Salman House: મુંબઈમાં બોલિવુડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસના તપાસના તાર ગુજરાત સાથે જોડાયેલા છે. કચ્છ બાદ હવે આ કેસનું સુરત કનેક્શન નીકળ્યું છે. કચ્છમાં માતાના મઢમાંથી પકડાયેલા બે આરોપીઓએ રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી દીધી હતી. તેથી આ મામલે તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી છે. એકાઉન્ટર સ્પેશિયલિસ્ટ દયા નાયક સુરતમાં આવી પહોંચ્યા છે.
મુંબઈ સલમાન ખાન ઘરની બહાર ફાયરિંગ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. આ કેસનું બીજું નવુ કનેક્શન ગુજરાત સાથે નીકળ્યું છે. આ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ સવારથી જ સુરત શહેરમાં ધામા નાંખ્યા છે. મુંબઈ પોલીસના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવી પહોંચ્યા છે. કચ્છથી પકડાયેલા બંને આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું કે, આરોપીઓ દ્વારા રિવોલ્વર સુરત તાપી નદીમાં ફેંકી હતી. તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે સુરત આવી પહોંચી છે.
ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાને ધક્કે ચઢાવાયા, ક્ષત્રિયોના વિરોધે મોટું સ્વરૂપ લેતા માહોલ બગડ્યો
હાલ, બંને આરોપીઓ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય બન્યો છે. અલગ અલગ ટિમો દ્વારા તાપી નદીમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા કચ્છથી ઝડપાયાં
સલમાન ખાનનાં ઘર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સો કચ્છમાથી પકડાતા ચકચાર મચી જવા પામી છે. લખપત તાલુકાના માતાનામઢ વિસ્તારમાંથી લોરેન્સ બિસનોઈ ગેંગના બે સાગરીતોને પોલીસે દબોચી લીધા હતા. પશ્વિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસે સયુંકત રીતે બન્ને આરોપીને પકડી પાડ્યા હતા. આ ઓપરેશનમાં બિહારના 24 વર્ષીય વિકી ગુપ્તા અને 21 વર્ષીય સાગર શ્રીજોગેન્દ્ર પાલ નામના બને આરોપીએ ઝડપાયા છે.
મુખ્યમંત્રીની સભા બહાર ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલા હાય હાયના નારા લાગ્યા
મુંબઈ ચાલી રહી છે તપાસ
વધુ તપાસ માટે આરોપીઓને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા અને હાલ મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. બંને આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 307, 34 તથા આર્મ એક્ટ કલમ 25(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાહ જુઓ, ગુજરાતના વાતાવરણમાં ભયાનક મોટી ઉથલપાથલ થશે, આવી છે નવી આગાહી