ભૂપેન્દ્ર પટેલ સરકારનો સૌથી મોટો નિર્ણય; હવે ગુજરાતના ખેડૂતોને મળશે 40 કરોડની સહાય
બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતાર્થે વર્ષ 2023-24ના અંદાજપત્રમાં રૂ. 40 કરોડની જોગવાઈ સાથે જાહેર કરાયેલી યોજના અમલમાં મૂકાઇ છે. જેમાં ખેતરમાં ગ્રેડીંગ, શોર્ટીંગ અને પેકિંગ એકમ ઉભા કરવા તેમજ મશીનરી અને સાધનો માટે મહત્તમ રૂ. 2 લાખ/એકમ સહાય અપાશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ધાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ખેડૂતહિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
મનપસંદ આચાર્ય જોઈએ તો 50 હજાર રૂપિયા આપો, ખિસ્સાં બદલાયા ઉઘરાણાની પ્રેક્ટિસ ન બદલાઈ
કૃષિમંત્રી રાઘવજી પટેલે આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બાગાયતી પાકોમાં કાપણી પછી થતા બગાડને અટકાવવા માળખાકીય સુવિધા ઉભી કરવા માટેની મહત્વપૂર્ણ યોજના(કાર્યક્રમ)ને મંજૂરી આપવામાં આવી છે. આ નવી યોજના માટે વર્ષ 2023-24ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. 40 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ભાવનગરમાં મોટી દુર્ઘટના: જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં 20 લોકોનું રેસ્ક્યુ..
ચાલુ વર્ષે જ શરુ કરવામાં આવેલી આ નવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાગાયતી પેદાશોનું શોર્ટીંગ, ગ્રેડીંગ, પેકીંગ અને પાકનું મૂલ્યવર્ધન કરી ખેડૂતો બજારમાં સારા ભાવથી તેનું વેચાણ કરી શકે તે છે. બાગાયત ખાતાના આ નવા કાર્યક્રમના પરિણામે ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી આર્થિક રીતે સદ્ધર બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જ્યાં ગરીબ ખેડૂતના દીકરાએ હાથ નાખ્યો ત્યાંથી સોનું જ નીકળ્યું, આજે 11400કરોડના માલિક
મંત્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યું કે, આ નવી યોજના હેઠળ ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા માટે ઓછામાં ઓછું 50 ચો.મીટર કે તેથી વધુના બાંધકામ એકમ પર રૂ. 3 લાખ પ્રતિ એકમ ખર્ચને ધ્યાને લઈ મહત્તમ 50 ટકા અથવા મહત્તમ રૂ. 1.50 લાખ પ્રતિ એકમ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રેડીંગ, શોર્ટીંગ, પેકીંગ, વોશિંગ, પ્રાથમિક મૂલ્યવર્ધન, સંગ્રહ માટે ક્રેટસ વગેરે સાધનો માટે રૂ. 1 લાખ ખર્ચને ધ્યાને લઈ ખર્ચના મહત્તમ 50 ટકા અથવા મહત્તમ રૂ. 50 હજાર એમ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે.
હરિયાણાનો 'શેર' ગુજરાતની કાયદો-વ્યવસ્થા સંભાળશે, સરકારે આ કારણસર આપી મોટી જવાબદારી
તેમણે ઉમેર્યું કે, બાગાયતી પાકોમાં કાપણી પછી મૂલ્યવર્ધનની વિવિધ પ્રક્રિયા માટેના ઓછામાં ઓછા 150 ચો.મી. સુધીના બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા માટે માળખાકીય સુવિધા, મશીનરી અને સાધન સામગ્રી વસાવવા રૂ. 20 લાખ પ્રતિ એકમ ખર્ચ ધ્યાને લઇ મહત્તમ રૂ. 10 લાખ સુધી સહાય આપવામાં આવશે.
અંબાજીની જેમ અમદાવાદની નગરદેવીને ચઢાવી શકાશે ધજા, ઐતિહાસિક નિર્ણય લેવાયો
જેમાં બાંધકામ તથા આનુષંગિક સાધનો માટે ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ રૂ. 5 લાખ પ્રતિ એકમ એમ બંનેમાંથી જે ઓછું હોય તે કેપીટલ સહાય ચૂકવવામાં આવશે. આ ઉપરાંત બેન્ક લોન પર વાર્ષિક પાંચ ટકા વ્યાજ સહાય, એમ પાંચ વર્ષ દરમિયાન વધુમાં વધુ રૂ. 5 લાખ સુધીની મર્યાદામાં સહાય આપવામાં આવશે. આ તમામ સહાય DBTના માધ્યમથી સીધા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે.
ગજકેસરી-ત્રિકોણ રાજયોગથી માલામાલ થશે આ 4 રાશિવાળા, ઓગસ્ટમાં ભાગ્ય ચમકી જશે