Gujarat Police Recruitment: ગુજરાતમાં પોલીસ વિભાગની ભરતી અંગે સૌથી મોટા સમાચાર; ચાર ફેઝમાં કરાશે ભરતી
હવે ગુજરાતમાં પોલીસ વિભાગની ભરતી પર આવી સૌથી મોટી અપડેટ સામે આવી છે. રાજ્યના પોલીસ વડાએ પોલીસ વિભાગની ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામુ રજૂ કર્યું હતું. તમને જણાવીએ કે હાઈકોર્ટના નિર્દેશ બાદ આગામી ભરતી અંગેનું કેલેન્ડર કોર્ટમાં રજૂ કરાયું છે.
Gujarat Police Recruitment: ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસની તૈયારી કરતા ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે. હવે ગુજરાતમાં પોલીસ વિભાગની ભરતી પર આવી સૌથી મોટી અપડેટ સામે આવી છે. રાજ્યના પોલીસ વડાએ પોલીસ વિભાગની ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામુ રજૂ કર્યું હતું. તમને જણાવીએ કે હાઈકોર્ટના નિર્દેશ બાદ આગામી ભરતી અંગેનું કેલેન્ડર કોર્ટમાં રજૂ કરાયું છે.
સપ્ટેમ્બર 2025 સુધીમાં ચાર ફેઝમાં ભરતી કરાશે!
ગુજરાત પોલીસ વિભાગમાં સપ્ટેમ્બર 2025 સુધીમાં સીધી ભરતી કરવામાં આવશે. ચાર ફેઝમાં ભરતી કરાશે, જેમાં પ્રથમ ફેઝમાં પ્રમોશનથી 3 હજાર 834 ASI અને હેડ કોન્સ્ટેબલ, બીજા ફેઝમાં હજાર 414 PI અને PSIના પ્રમોશન, ત્રીજા ફેઝમાં સપ્ટેમ્બર 2025 સુધી બહાર પડાયેલી સીધી ભરતી પૂર્ણ કરાશે અને ચોથા ફેઝમાં આગળની સીધી ભરતી કરાશે.
કોર્ટમાં સરકારી વકીલે આપી ખાતરી
સરકારી વકીલે કોર્ટમાં ભરતી અંગેના કેલેન્ડર પર ખાતરી આપતા જણાવ્યું કે, પોલીસ ખાતામાં તમામ જગ્યાઓ પર જલ્દીથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. વિવિધ પદો માટે ફીઝીકલ ટેસ્ટ નવેમ્બર-ડિસેમ્બરમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જાન્યુઆરીમાં પરિણામ જાહેર કરાશે. જ્યારે લેખિત પરિક્ષા ડિસેમ્બર-જાન્યુઆરીમાં પૂર્ણ કરાશે. લેખિત OMR પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરી સુધી જાહેર કરાશે.
રાજ્ય સરકારે કરી કબૂલાત
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કબૂલાત પણ કરી હતી. ડિસેમ્બર 2024 સુધી 3800થી વધુ ASI-હેડ કોન્સ્ટેબલની બઢતી કરવામાં આવશે. તેમજ માર્ચ 2025 સુધીમાં 1414 PI અને PSIને પ્રમોશન અપાશે. સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ફેઝની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ફેબ્રઆરીથી જૂન સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા, તેમજ જુલાઈ સુધીમાં પરિણામ આપવામાં આવશે અને ઑગસ્ટ સુધીમાં ફાઇનલ મેરીટ તૈયાર કરાશે.