ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોને લઈ સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવશે. તારીખ 01-01-2025થી તારીખ 07-01-2025 સુધી ઓફલાઈન કેમ્પનું આયોજન કરાશે. HTAT મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવેલી અરજીઓની ચકાસણી કરી માન્ય-અમાન્ય કારણ સહિત જિલ્લા કક્ષાએ 10-01-2025 સુધીમાં રજૂ કરવાની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

HTAT મુખ્ય શિક્ષકોની બદલી માટે ઓફલાઈન કેમ્પ યોજાશે. આજથી 7 જાન્યુઆરી સુધી બદલી માટે કરી શકાય અરજી છે. મુખ્ય શિક્ષકો બદલી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. 27 જાન્યુઆરી સુધી શાળા પસંદગી કરાવીને હુકમ કરી દેવાશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી.



નવુ વર્ષ શરુ થાય તે પહેલા જ શિક્ષકો માટે આ સારા સમાચાર છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના એક્સ પર આ અંગે પોસ્ટ કરી જાણકારી આપી છે. જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી માન્ય-અમાન્ય અરજીઓની ચકાસણી કરી લેખિત કારણ સહિત અરજદારને જાણ કરવા માટેનો સમય 16-01-2025 રાખવામાં આવ્યો છે.  


HTAT મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવેલી તમામ અરજી તમામ આધાર પુરાવા સહિત મંજૂર કરવાપાત્ર અરજીઓની જિલ્લાવાર તૈયારી કરી અસલ અરજી સંબંધિત જિલ્લાઓને રૂબરૂ આપવા માટે 17-01-2025 તારીખ રાખવામાં આવી છે.