અતુલ તિવારી/ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસોમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં કોરોનાની ગાઇડલાઇન દિવસેને દિવસે વધારે કડક બનાવવામાં આવી રહી છે. તમામ પ્રકારનાં શક્ય હોય તેવા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. તેવામાં સૌથી મહત્વનું છે કે વિદ્યાર્થીઓનાં અભ્યાસ અને તેમના જીવન અને કારકિર્દી પર કોરોનાની ખુબ જ ગંભીર અસર જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાના વધતા કેસને જોઇને હવે પ્રાથમિક બાદ માધ્યમીકની શાળાઓ પણ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT માં ખેડૂતોની બલ્લેબલ્લે: કેન્દ્ર સરકાર હશે તેટલો પાક ઉંચા ભાવે ખરીદી લેશે


જો કે શાળાઓ અને કોલેજો બંધ થાય તેવી તમામ શક્યતાઓ વચ્ચે બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખુબ જ મહત્વનાં છે. ગુજસેટ 2022 માટે ઓનલાઇન ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. જેના અનુસંધાને સરકાર દ્વારા 25 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી છે. વિદ્યાર્થીઓએ આ તારીખો દરમિયાન પોતાનાં ફોર્મ ઓનલાઇન જ ભરવાનાં રહેશે. 


GUJARAT માં આજથી સમગ્ર રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ, હોટલ-થિયેટર, શાળાઓ બંધ થાય તેવી શક્યતા


આ અંગે જણાવ્યા અનુસાર બોર્ડની વેબસાઈટ www.gseb.org અને gujcet.gseb.org પરથી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. ઉપરાંત તમામ પ્રકારનાં માર્ગદર્શન માટે ગુજસેટ માટેની બુકલેટ પણ વેબસાઈટ પર મુકવામાં આવી છે. આ બુટલેટમાં તમામ પ્રકારની માહિતી અને માર્ગદર્શન વિગતવાર વિદ્યાર્થીઓને મળી રહેશે. આ ઉપરાંત ઓનલાઇન ફોર્મ ભરવા માટે 300 રૂપિયા ફી નક્કી કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સના A, B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે ગુજસેટની પરીક્ષા જરૂરી છે. ડિગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસ માટે ગુજસેટ આપવી ફરજીયાત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube