તૈયારી શરૂ કરી દેજો! ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે આનંદો; આવી રહી છે મોટી ભરતી
રાજ્ય સરકાર આગામી સમયમાં 12 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક સોગંધનામું રજુ કરવામાં આવ્યું છે. આ મામલે હવે ત્રણ સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે. પોલીસ ભરતી અંગે હાઇકોર્ટે સુઓમોટો લીધો છે.
Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી સમયમાં 12 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક સોગંધનામું રજુ કરવામાં આવ્યું છે. આ મામલે હવે ત્રણ સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે. પોલીસ ભરતી અંગે હાઇકોર્ટે સુઓમોટો લીધો છે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટે પોલીસ ભરતી અંગે માહિતી આપવા સરકારને આદેશ આપ્યો હતો. વર્ષ 2023ની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સરકારને પુછ્યું હતું કે કેટલા પોલીસકર્મીઓની ભરતી કરી? બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે, તેની પણ વિગત આપો. પોલીસકર્મીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સરકારને હાઇકોર્ટે આદેશ કર્યો હતો. પોલીસકર્મીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લીધો હતો.
બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે તે વિગત આપો: HC
આ મુદ્દે હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ વિશે રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે તે વિગત આપો. પોલીસકર્મીઓ મુદે વિગતવાર રિપોર્ટમાં રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ છે. તેમાં પોલીસકર્મીઓ મુદે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લીધી હતો. આ મુદ્દે વધુ સુનાવણી 30 જાન્યુઆરી, 2024 ના રોજ રાખવામાં આવી હતી.
અગાઉ એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા એફિડેવિટમાં સ્વીકાર કર્યો હતો કે રાજ્યના પોલીસ વિભાગમાં 21.3% જગ્યા ખાલી છે. જેનો આંકડો 27 હજાર જેટલો છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 04 હજાર જગ્યા ખાલી છે. 07 હજાર પોલીસ કર્મચારીની વર્ષ 2023-24 માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે.
વર્ષ 2023માં 12 હજાર જગ્યાઓ માટે ભરતી
પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા બાદની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરશે.