ગૌરવ દવે/રાજકોટ: જિલ્લામાં કોરોનાના નવા વેરીયન્ટને લઈને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર એલર્ટ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓનો અલગ વોર્ડ અને એક્ઝામિનેશન સહિત વિદેશથી આવતા નાગરિકોનું સ્ક્રિનિંગ અને જરૂરી જણાય ત્યાં સ્થાનિક દર્દીઓની પણ વિશિષ તપાસ હાથ ધરી કોરોના નિયંત્રણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે  રાજકોટ અને ગોંડલના સ્થાનિક રહીશ ત્રણ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇ એમિક્રોનના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જે આજે નેગેટીવ આવ્યા છે. 


જિલ્લા કલેકટર મહેશ બાબુએ જણાવ્યું હતું કે એમિક્રોન લઈને હાલ જિલ્લામાં રાહત છે પરંતુ લોકોએ સાવધ રહેવાની જરૂર છે. જે લોકોને વેકિસનેશન નો બીજો ડોઝ બાકી હોય તે  સંપૂર્ણ વેકિસનેશન કરાવે અને જરૂરી સોશિયલ ડિસ્ટન્સ રાખે અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે અને સરકારની માર્ગદર્શિકા પ્રમાણે અનુસરે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube