ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના એસટી નિગમના કર્મચારીઓ માટે એક મોટા ખુશખબર મળી રહ્યા છે એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એસટી નિગમના કર્મચારીઓને હવેથી 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને ગુજરાતના એસટી નિગમના કર્મચારીઓને આ ખુશખબર આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. સંવેદનશીલ નિર્ણય થકી કુલ રૂ.૧૨૫ કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળવા પામશે. ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.




વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરેલી જાહેરાત પ્રમાણે કર્મચારીઓને એરીયર્સ પણ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર રૂપિયા 125 કરોડની ચૂકવણી થશે. તમને જણાવી દઈએ કે રાજ્યના એસટી નિગમના કર્મચારીઓને પહેલી જાન્યુઆરી 2024થી આ વધારો લાગુ કરવામાં આવશે અને એક વર્ષનું એરિયસ પણ આપવામાં આવશે.