રાજકોટથી સૌથી મોટા સમાચાર; રાજમોતી ઓઇલ મિલ માલિક સહિત 3ને આજીવન કેદ

સોમાના પૂર્વ પ્રમુખ અને રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહને કોર્ટે સજા ફટકારી છે. સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સમીર શાહને રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કેસમાં સજા ફટકારી છે. સસ્પેન્ડેડ ASI યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર ચુડાસમાને પણ આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે.
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ રાજમોતી ઓઇલ મિલન અમદાવાદ સ્થિત બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કેસમાં મુખ્ય આરોપી સમીર શાહ સહીત 3 આરોપીઓને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
રોકેટ સ્પીડથી વધતા ભાવ વચ્ચે સોનાએ આજે આપી રાહત, જાણો એક તોલા સોનાનો આજનો ભાવ
આસિસ્ટન્ટ સ્પે. પ્રોસીક્યૂશન હિરેન પટેલએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2016માં રાજમોતી ઓઇલ મિલના સંચાલક દ્વારા અમદાવદ સ્થિત બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણી ઉચાપત કરતા હોવાની શંકા આધારે રાજકોટ રાજમોત ઓઇલ મિલન મેનેજર સમીર ગાંધી અને ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમાને મોકલી તેની પાસે એક ચિઠી લખાવી રાજકોટ લાવવામાં આવેલ હતા. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી બેડીપરા પોલીસ ચોકી લાવી પોલીસને હવાલો સોંપવામાં આવ્યો હતો.
શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના! નરાધમ શિક્ષકે યુવતી સાથે 4-4 વખત કર્યું ગંદું કામ!
દરમિયાન ASI યોગેશ ભટ્ટ દ્વારા દિનેશ દક્ષિણી પાસેથી રૂપિયા કઢાવવા માટે માં મારવામાં આવેલ જેથી તેનું મોત થઇ જતા તેને છોટા હાથી વાહનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ જે બા ફરિયાદ નોંધવામાં આવતા ચકચારી હત્યા કેસમાં કોર્ટ દ્વારા સમીર ગાંધીને સાક્ષી બનાવવામાં આવ્યા હતા અને જરૂરી પુરાવાઓ અને સાક્ષીના નિવેદનો આધારે આજ રોજ કેસમાં સુનવણી થતા નામદાર સેશન્સ કોર્ટ દ્વારા રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ, ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમા, અને ASI યોગેશ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
મૌની અમાસ પર શાહી સ્નાન વખતે પરિવારથી છૂટા પડી ગયેલા બાળકાભાઈ આખરે મળ્યા
આ કેસમાં સમીર શાહ અને ક્રિપાલસિંહ ચુડાસમા જામીન પર હોવાથી પોલીસે તેની કસ્ટડી મેળવી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે જયારે ASI યોગેશ ભટ્ટ અગાઉથી જ હાલ જેલમાં બંધ છે.