ગૌરવ દવે/સુરત: વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે AAP નેતા અલ્પેશ કથીરિયા ગોંડલથી ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટી અલ્પેશ કથીરિયાને ગોંડલથી ટિકિટ આપે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AAPએ તાજેતરમાં જાહેર કરેલી યાદીમાં ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યુ છે. પરંતુ ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી AAPના ઉમેદવાર બદલાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપે પણ અલ્પેશ કથીરિયાને સમર્થન આપ્યુ છે.  


મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ અલ્પેશ કથીરિયાએ AAPની ટોપી પહેરી છે. AAPએ ગોંડલ બેઠક પર મનિષા ખૂંટનું નામ જાહેર કર્યું છે. ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો હોવાથી ઉમેદવાર બદલાઈ શકે છે. ત્યારે હવે AAP અલ્પેશ કથીરિયાને ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. અલ્પેશ કથીરિયાને ગોંડલ બેઠકથી ટિકિટ મળે તેવી શક્યતા છે.


અલ્પેશને લઈને આપની સ્ટ્રેટેજી
અલ્પેશ કથીરિયાને AAP માં સામેલ કરાવીને અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરવા માંગે છે. કેજરીવાલની સ્ટ્રેટેજી મિશન સૌરાષ્ટ્ર છે. અલ્પેશના આગમનથી કેજરીવાલ સૌરાષ્ટ્રના 5 જિલ્લા પર ટાર્ગેટ કરી શકે છે. અલ્પેશના આપમાં જોડાવાથી સુરતની 5 બેઠકો પર સીધી અસર થશે. સાથે જ ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢની બેઠકો પર પણ અસર થશે. પાટીદાર અનામત આંદોલનની અસરવાળા વિસ્તારો પ્રભાવિત થશે.


આ પણ જુઓ વીડિયો:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube