ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમના બે સિનિયર મંત્રીઓને સોંપાયેલા ખાતા છીનવાયા છે. આ સમાચાર હાલ ચારેબાજુ ચર્ચાનો વિષય બનેલા છે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં 2 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના બે સિનિયર મંત્રીઓના ખાતા છીનવાયા હોવાની માહિતી મળી રહી છે, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ પાછું લેવાયું હોવાની માહિતી મળી રહી છે. આ બન્ને ખાતા અન્ય બે નેતાઓને સોંપવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે જગદીશ પંચાલને માર્ગ મકાન ખાતુ સોંપવામાં આવ્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube