ઝી બ્યુરો/ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભાજપના કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવાની સૂચના અપાઈ છે. જી હા...ઉમેદવારોના નામ જાહેર થયા પહેલાં ફોર્મ ભરવાની સૂચના અપાઈ છે. આવતી કાલે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થશે. કેટલાક તાલુકાઓ અને પાલિકાના ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા હોવાની વાત સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UPI ને લઈને NPCI એ બદલ્યો નિયમ; 1 ફેબ્રુઆરીથી આવા ટ્રાન્જેક્શન પર પ્રતિબંધ


મળતી માહિતી પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાંની સાથે જ રાજકીય પક્ષો હવે પ્રચારની સાથે ઉમેરવારો ને લઈ પણ કમર કસી છે. ત્યારે ભાજપ દ્વારા કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના અપાઈ છે. ઉમેદવારોના નામો જાહેર થયા પહેલા જ ઉમેદવારોને ફોર્મ ભરવા સૂચના અપાઈ છે. નોંધનીય છે કે આવતીકાલે સંભવિત રીતે ઉમેદવારોના નામો જાહેર થઈ શકે છે. આ તરફ હવે નામ જાહેર થતા પહેલા કેટલાક તાલુકાઓ અને નગરપાલિકાઓમા ઉમેદવારોને ફોર્મ ભરવા અને ડોક્યુમેન્ટ તૈયાર રાખવા સૂચના અપાઈ છે.


'શિવરાત્રીમાં મૂજરા, અખાડામાં વેશ્યાઓ...', મહેશગીરીએ હરિગિરી પર લગાવ્યા ગંભીર આક્ષેપ


બીજી બાજુ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીની ટિકિટ મેળવવા કોંગ્રેસમાં ભારે બબાલ મચી હતી. આજે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં શહેર પ્રમુખ મનોજ જોશી અન કોંગ્રેસ કાર્યકર્તા કરસનભાઈ વચ્ચે નિરિક્ષકોની હાજરીમાં જોરદાર માથાકૂટ થઈ. 


આવી કારોને જોતા જ ટ્રાફિક પોલીસ ફટકારે છે દંડ, 99 ટકા લોકો આ વાતથી છે અજાણ!


શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ટિકિટો વેચતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે ચૂંટણી પ્રભારીએ લૂલો બચાવ કરતા કહ્યુ, કરસનભાઈ કોંગ્રેસનો કાર્યકર્તા જ નથી. કોંગ્રેસના લોકો કેમ તૂટે તે માટેના પ્રયત્ન કરતા હોવાનો કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે. પોલીસે કરસન સોલંકીની અટકાયત કરી હતી.