ઝી ન્યૂઝ/ગાંધીનગર: આજે વિધાનસભા ગૃહમાં બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો, ત્યારે વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના બે લાખ પ્રાથમિક શિક્ષકોના હિતમાં નિયમો તૈયાર કરાયા છે. આગામી ટૂંક સમયમાં તેને જાહેર કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના બે લાખ પ્રાથમિક શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આગામી ટૂંક સમયમાં આ નિયમોનો પરિપત્ર જાહેર કરવામાં આવશે તેમ આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 


સ્કૂલોમાં ફી મામલે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીનું નિવેદન; જો વધારે ફી લેવાશે તો પગલા ભરવામાં આવશે...


શિક્ષણ મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ધણા લાબા સમયથી ફરજ બજાવતા શિક્ષકો માટેના બદલી સહિતના નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. અરસ પરસ બદલીમાં વતન શબ્દ દૂર કરવામાં આવ્યો છે. વધુમાં રાજ્યના બોન્ડેડ શિક્ષકોના કિસ્સામાં 5 વર્ષ પછી અરસ પરસ બદલીની છૂટ આપી બદલીની જોગવાઈ કરવાથી તેમના પરિવાર સાથે જોડાયેલા લોકોને આ નવા નિયમોથી ફાયદો-લાભ મળશે તેમ પણ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.


યુવકે યુવતી સાથે શરીરસુખના નગ્ન ફોટા-વીડિયો ઉતારીને વાઇરલ કરવાની ધમકી આપી, હું કહું ત્યારે આવું પડશે…..


તમને જણાવી દઈએ કે, પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો 2012માં બનેલા હતા. શિક્ષકોના વિશાળ હિતને ધ્યાને રાખીને નવા નિયમો રાખ્યા, જેમાં 40 ટકા શિક્ષકોને જિલ્લા બદલીનો લાભ હતો, 100 ટકા જગ્યા પર જિલ્લા બદલીનો લાભ આપવામાં આવશે, જિલ્લા ફેર અસરપરસ અને સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા. તે હવે જોગવાઈ દૂર કરાઇ, વતન શબ્દ દૂર કર્યો. 10 વર્ષ શરત સાથે મૂકેલા તેવા શિક્ષકોને 5 વર્ષ પછી જિલ્લાફેરની બદલીની અરજી કરી શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube