ઝી બ્યુરો/ગાંધીનગર: નવરાત્રિ અને દિવાળીના તહેવાર દરમિયાન નાના વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અડચણરૂપ ન હોય તેવા લારી-ગલ્લા વાળા વેપારીઓને પરેશાન ન કરવા ગૃહ વિભાગે આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે કમિશ્નર અને SP ને પણ આદેશ આપ્યા છે. નાના વેપારી અને લારી ગલ્લાવાળા વેપારીઓ તહેવારના સમયમાં આસાનીથી વેપાર ધંધો કરી શખે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ઉચ્ચ અધિકારીઓને આ અંગે સૂચના આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેલૈયાઓ આનંદો! અમદાવાદ મેટ્રોના સમયમાં કરાયો વધારો, હવે રાત્રે 10 વાગ્યા સુધી નહીં..


રાજ્યમાં મોટી સંખ્યામાં નાના વેપારીઓ તહેવાર દરમિયાન રસ્તા પર લારી રાખીને વેપાર કરતાં હોય છે. આ સ્થિતિમાં જો તેઓ ટ્રાફિક માટે અડચણ રૂપ ન હોય તો તેમના પર કાર્યવાહી ન કરવા માટે ગાંધીનગર ગૃહવિભાગ તરફથી આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યના કમિશ્નર અને એસપી ને સૂચના આપવામાં આવી છે. જેની સાથે જ નડતરરૂપ ન હોય અને ટ્રાફિકમાં અડચણ રુપ ન બને તેવા લારી ગલાઓ અને વેપારીઓને પરેશાન ન કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે. જેની પર પણ કાર્યવાહી ન કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.


લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે બનાવ્યો રોડમેપ,આ 7 દિગ્ગજ નેતાઓને સોંપાઈ મોટી જવાબદારી


નોંધનીય છે દર વર્ષે નવરાત્રીથી તહેવારોની શરૂઆત થઈ જાય છે. જેમાં પણ દિવાળી દરમિયાન નાના વેપારીઓને હેરાન ન કરવા માટે ગૃહવિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં નાના વેપારીઓ અને લારી ગલાવાળા વેપારીઓ તહેવારોના સમયમાં વેપાર ધંધો કરી શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.


બ્રેકિંગ ન્યૂઝ : હવે નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી ગરબા રમો, પોલીસ નહિ આવે