મૌલિક ધામેચા/અમદાવાદ: એક રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જેમાંથી એક આરોપી કોંગ્રેસના હોદેદાર અને નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર છે. સાથે જ પકડાયેલી મહિલા આરોપી હેલ્થ કેર કંપનીની સીઈઓ અને કેટરિંગ ના વ્યવસાય સાથે જોડાયેલા આરોપી સહિત 3 આરોપીઓની ધરપકડ કરી અન્ય ત્રણ વ્યાજખોરને પકડવા તજવીજ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ કસ્ટડીમાં રહેલા આ ત્રણેય આરોપીઓ  વાઈટ કોલર ક્રિમિનલ એટલે કે વ્યાજખોરો છે. જેઓએ ₹ 3.78 કરોડની સામે 9 કરોડ 95 લાખ વસુલ કર્યા. સાથે જ બીજા 3.36 કરોડ બાકી રૂપિયાનો હિસાબ બતાવી ફરિયાદી પાસેથી 13 કરોડ 31 લાખની ઉઘરાણી બાકી બતાવી.


ગુજરાતમાં ભાજપે કયા પ્લાનિંગથી માધવસિંહનો રેકોર્ડ તોડ્યો એ પાટીલે કરી દીધો ખુલાસો...


એટલુંજ નહિ પણ આરોપીઓ ફરિયાદીને મકાન પડાવી લેવાની પણ ધમકી આપતા. જોકે આ અંગે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદી જીગીસ પટેલે ફરિયાદ નોંધાવી જેના આધારે કોંગ્રેસના હોદેદાર જયેન્દ્રસિંહ પરમાર, રસોઈયો હેમાંગ પંડિત અને હેલ્થ કેર કંપનીની સીઈઓ નિરાલી શાહની ધરપકડ કરી છે. સાથે જ આ ગુનામાં ફરાર અન્ય ત્રણ આરોપી વિજય ઠક્કર, નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડ અને જાગૃત રાવલની શોધખોળ હાથ ધરી છે.


આ રીતે ભણશે ગુજરાત? ગુજરાતની દીકરીઓ કારની ડેકીમાં બેસી સ્કૂલે જવા મજબૂર, VIDEO વાયરલ


પકડાયેલ આરોપીઓ પૈકી  એક આરોપી જયેન્દ્ર પરમારના પિતા નિવૃત્ત ડીવાયએસપી છે. અને પોતે કોંગ્રેસમાં હોદેદાર તરીકે પણ જોડાયેલા હોવાની હકીકત સામે આવી છે. જયેન્દ્ર પરમારએ ફરિયાદીને 38 લાખ 10% ના વ્યાજે આપ્યા હતા. તેની સામે અંદાજિત 1કરોડ રૂપિયા વસૂલી 38 લાખ બાકી હોવાની ઉઘરાણી કરી હતી. 


અંબાલાલ પટેલની આગાહી: શું ગુજરાતમાં ગરમી, સમુદ્રમાં હલચલ અને વાવાઝોડા કહેર મચાવશે?


સાથે જ ઝડપાયેલ મહિલા આરોપી નિરાલી શાહે ફરિયાદીને 1કરોડ 33 લાખ 60 હજાર રૂપિયા 10% ના વ્યાજે આપ્યા હતા, જેની સામે એક કરોડ 82,75,000 વસુલી લીધા છે, ઉપરાંત જે મકાન માટે રહેતી હતી તે મકાનનું ફર્નિચર અને ભાડું પણ ફરિયાદી પાસે ભરાવ્યું હતું. તેમ છતાં 1 કરોડ 90 લાખની બાકી ઉઘરાણી માટે છ ચેકો પણ બળજબરીથી પડાવી લીધા હતા. તો અન્ય આરોપી હેમાંગ પંડિતે ફરિયાદીને 38 લાખ રૂપિયા આપ્યા હતા, તેની સામે 93 લાખ 50 હજાર વસુલી 14 લાખ પડાવવા ધમકી આપવામાં આવતી હતી.


લો બોલો! ગુજરાતમાં હવે અહીં અંતિમ સંસ્કાર કરવા મોંઘા બન્યા! 20%નો વધારો ઝીંકાયો


ત્રણેય આરોપીની ધરપકડ કરી તપાસ કરતા પોલીસને આરોપીઓના ઘરેથી 20 કોરા ચેક, 11 પ્રોમીશરી નોટ, 4કોરા સ્ટેમ્પ, ડેઈલી વ્યાજના હિસાબની ડાયરી અને વાઉચરો મળી આવ્યા છે. જેમાથી નિરાલીના ઘરેથી 15 લાખની રિસિપ મળી છે. સાથે જ જાગૃત રાવલના ઘરેથી 20 કોરા ચેક પ્રોમેશરી નોટ સહીતના દસ્તાવેજી પુરાવા કબ્જે કર્યા છે. સાથે જ આ ગુનામાં ફરાર આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડે 92 લાખની સામે 40% વ્યાજ વસૂલી ત્રણ કરોડ 61 લાખ તથા મણીપુર ગામનો પ્લોટ પણ પોતાના નામે કરાવી લીધો હતો જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


ના હોય! ઉત્તરાયણ પછી ભેગી થયેલી દોરીથી પેદા થશે ઇકો-ફ્રેન્ડલી ગ્રીન એનર્જી


હાલ પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા 40% સુધીનું વ્યાજ વસૂલના વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે તેમના બેંક સ્ટેટમેન્ટ વ્યાજખોરીના રૂપિયા માંથી ખરીદેલી મિલકત અંગે તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીઓના ત્રાસથી કંટાળી ફરિયાદી આત્મહત્યા કરવા માટે પણ મજબૂર બન્યો હોવાનું સામે આવ્યું છે.ફરિયાદી આત્મહત્યા માટે ઘર છોડીને પણ ફરાર થયો હતો. જોકે પોલીસે તેને સહી સલામત શોધી લેતા તે વ્યાજના ખપ્પરમાં ફસાયો હોવાની હકીકત સામે આવી હતી જે બાદ આ ફરિયાદ નોંધાઈ છે.


આરોપીઓ...
નિરાલી શાહ (ઓરેન્જ ડ્રેસમાં મહિલા)
હેમાંગ પંડિત (વ્હાઇટ/બ્લેક ટીશર્ટ)
જ્યેન્દ્રસિંહ પરમાર (ગ્રીન ટીશર્ટ)