અમદાવાદ :ગુજરાતમાં રવિવારની રાત્રે અલગ અલગ 2 જિલ્લામાં અકસ્માતની ઘટનામાં 5 યુવકોના મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગર અને સુરતમાં બાઈક અકસ્માતમાં 5 યુવકોના જીવ ગયા છે. તો અન્ય 3 યુવાનો ઈજાગ્રસ્ત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માત-1 
સુરેન્દ્રનગરના કડું નજીક ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે 3 યુવકોના મોત નિપજ્યાં છે. બંધ પડેલા ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા બાઈક સવાર 3 યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. 3 યુવકો કડુંથી લખતર ખરીદી કરવા માટે આવી રહ્યા હતા અને તેમની બાઈક બંધ પડેલા ટ્રકની પાછળ બાઈક ઘૂસી હતી. જેમાં ત્રણેય યુવકોના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ યુવકો કડું ગામના વતની છે. લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલમાં મૃતક યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે 108 મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 


આ પણ વાંચો : જેતપુરમાં મેળામાં ઘૂસી ગયો આખલો, ઘણા લોકોને ઉલાળ્યા, અફરાતફરીનો માહોલ જોવા મળ્યો


અકસ્માત-2
સુરતના ઓલપાડ-સરસ રોડ પર બે બાઇક સામસામી ભટકાઈ હતી. બે બાઈકની ટક્કર એટલી જોરદાર હતી કે, આ ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.  તો અન્ય 3 યુવાનો ઈજાગ્રસ્ત પામ્યા છે. ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે સુરત ખસેડાયા છે. સિદ્ધિનાથ મંદિરે દર્શનાર્થે આવેલા યુવકોને અકસ્માત નડ્યો છે. ઓલપાડ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.