નરેશ ભાલિયા/રાજકોટ :ટૂંકા સમયમાં પૈસાદાર થવું અને મોજશોખ માટે આજના યંગસ્ટર્સ કંઈ પણ કરતા હોય છે. આના માટે બે યુવાનો મોટર સાયકલ અને ચોરીના રવાડે ચઢી ગયા હતા, જેની પાસેથી જેતપુર પોલીસે 12 મોટર સાઈકલ કબજે કરી છે. બંને મોજશોખ કરવાની જગ્યાએ હાલ જેલમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેતપુરના જૂનાગઢ રોડ ઉપર આવેલ ગણેશનગરના એક મકાનમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના બની હતી. જેમાં 57 હજાર રૂપિયા રોકડા અને સાથે એક મોબાઈલની ચોરી થઈ હતી. તો બાજુમાં જ રહેતા અન્ય એક વ્યક્તિનું મોટર સાઈકલ પણ ચોરાયું હતું. આ બાબતની ફરિયાદ જેતપુર પોલીસ સ્ટેશનમાં થઇ હતી અને જેતપુર પોલીસે આ બાબતે 2 શખ્સો સામે ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી હતી. જે અંતર્ગત જેતપુર પોલીસના હાથમાં જેતપુરના દેરડી ધાર વિસ્તારમાં રહેતા રવિ પુનાભાઈ સોલંકીને પકડી પાડવામાં આવ્યો હતો. તેનો સહઆરોપી અને ઉપલેટાના જડેશ્વર ખાડામાં રહેતો રવિ રસિકભાઈ સોલંકી ફરાર હતો. જેને પણ બાદમાં જેતપુર પોલીસે પકડી લીધો હતો. તેમની પાસેથી 12 જેટલા મોટર સાઈકલ અને કુલ 3 લાખ 43 હજાર 650 નો મુદ્દામાલ ઝડપાયો હતો. બંને સામે કાયદેસરની કાયર્વાહી શરૂ કરાઈ છે. 


આ પણ વાંચો : રાજકોટના નબીરાઓની આવારાગીરી, ન્યારી ડેમમાં પૂરના પાણી વચ્ચે જીપ સ્ટંટ કર્યો 


શું છે મોડસ ઓપરેન્ડી
પકડાયેલ બંને આરોપી શાતિર ચોર છે. બંનેનું નામ રવિ છે. તેઓની ચોરી કરવાની રીત પણ કંઈક ખાસ હતી. બંને ખાસ તો રાજકોટ શહેર અને જિલ્લાના તાલુકાને જ ટાર્ગેટ કરતા હતા. જેમાં જેતપુર મુખ્ય ટાર્ગેટ પર રહેતું હતું. આ બંને રવિ પહેલા તો શહેરના ઉજ્જડ વિસ્તારમાં અવાવરું જગ્યાની રેકી કરતા હતા અને અહીં આસપાસની જાણકારી લેતા હતા અને પછી જયારે આ વિસ્તારની અવરજવર શાંત થઈ જાય ત્યારે ત્યાં પડેલ મોટર સાયકલનું લોક તોડીને ચોરી કરતા હતા. 


આ પણ વાંચો : નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ, મહારાષ્ટ્રથી આવતા વાહનોને વાપી પાસે જ રોકાયા


ચોરેલી મોટર સાયકલનું શું કરતા
ચોરેલી મોટર સાયકલને તેવો કોઈ ખાસ ગુપ્ત જગ્યાએ રાખતા અને પછી તેના એક-એક સ્પેરપાર્ટસ છુટા કરીને તેને વેચી દેતા હતા. તેમાંથી જે રૂપિયા મળતા તેમાંથી એશોઆરામની જિંદગી જીવતા. 


આ પણ વાંચો : કચ્છડો બારેમાસ અમસ્તુ જ નથી કહેવાતું... કુદરતની મહેર જ્યાં વરસી છે તે કડીયા ધ્રોની સુંદરતા જોશો તો નાયગ્રા ફોલ ભૂલી જશો


શા માટે મોટર સાયકલને ટાર્ગેટ બનાવતા
હાલના મોજશોખના સમયમાં સતત મોજ શોખ કરવા માટે રૂપિયાની જરૂર રહેતી હોય છે. ટૂંક સમયમાં જ રૂપિયાવાળા બનવા માટે બંને રવિ ચોરીના રવાડે ચડી ગયા હતા. બાઈકના પાર્ટસ ડિમાન્ડમાં હોવાથી અને તેને વેચવા ખૂજ સરળ હોવાથી બાઈકની ચોરી કરતા હતા. અવાવરું જગ્યા ઉપર જે મળી જાય તે મોટર સાઈકલની ચોરી કરતા હતા. પછી ચોરેલી મોટર સાયકલના એકએક પાર્ટસ વેચીને મોજશોખ કરતા હતા. હાલ બંનેને જેલમાં જવાનો વારો આવ્યો છે.