Ahmedabad News : અમદાવાદના પોશ વિસ્તારોમાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આનંદનગર જેવા વિસ્તારમાં થોડા દિવસોથી ધોળા દિવસે વાહન ચોરીના બનાવો વધવા લાગ્યા છે. હાલ જે તમે CCTV જોઈ રહ્યા છો તે આનંદનગર વિસ્તારના છે. જ્યાં પ્રહલાદનગર ગાર્ડન પાસે ટ્રાફિકથી ધમધમતાં રસ્તાથી તસ્કરો બિન્દાસ્ત રીતે બાઈકની ઉઠાંતરી કરે છે. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલાં એક વ્યક્તિ બાઈક પર આવીને બેસે છે અને પોતાના પાસે રહેલી ચાલી બાઈકમાં લગાવી હેન્ડલ લોક ખોલી નાંખે છે. બાદમાં બીજો વ્યક્તિ આવે છે અને બાઈકને ચાલુ કરીને સરળતાથી નીકળી જાય છે. 
જે રીતે બાઈકની ચોરી થાય છે તે પરથી તો લાગે છે કે બાઈક ચોર ટોળકીને ચોરીને અંજામ આપવામાં કોઈ તકલીફ પડી જ નથી. બસ આરામથી આવે છે, બાઈક ચાલુ કરે છે અને નીકળી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે આ સમગ્ર બનાવ પરથી તો એ સવાલ થાય છે કે તસ્કરોને આટલો છુટ્ટોદોર કઈ રીતે મળ્યો?, શું ચોર ટોળકીને પોલીસનો ખૌફ જ નથી? શું પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર નામની જ છે? તસ્કરો પકડાર ફેંકે છે, પોલીસ શું કરે છે? આવા તસ્કરો ક્યારે જેલના સળિયા પાછળ હશે? શું આ જ આપણું સુરક્ષિત ગુજરાત છે?


ગાંધીનગરમાં પ્રેમકાંડનો તમાશો : તાલુકા હેલ્થ ઓફિસર મહિલા મેડિકલ ઓફિસર પાછળ લટ્ટુ થયો


 


ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠું આવશે, જાણો શું કહે છે અંબાલાલની આગાહી