હિટ એન્ડ રન : માતાની નજર સામે બાઈક ચાલકે બાળકને ફંગોળ્યો, થયું મોત
સુરતના વેડ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં સંતાનો સાથે પગપાળા જતી મહિલાને પૂર ઝડપે જતા બાઈક સવારે અડફેટે લીધા હતા. આ ઘટનામાં 5 વર્ષીય પુત્ર હરપાલનું મોત થયું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
ચેતન પટેલ/સુરત : સુરતના વેડ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં સંતાનો સાથે પગપાળા જતી મહિલાને પૂર ઝડપે જતા બાઈક સવારે અડફેટે લીધા હતા. આ ઘટનામાં 5 વર્ષીય પુત્ર હરપાલનું મોત થયું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સુરતના વેડરોડ વિસ્તારમા એક માતા પોતાના પાંચ વર્ષના પુત્રને લઇને પગપાળા જઇ રહી હતી. તે દરમિયાન એકાએક એક પુરપાટ ઝડપે આવતી બાઇક ચાલકે આ માતા-પુત્રને અડફેટે લીધા હતા. જ્યાં અકસ્માત બાદ બાઇક ચાલક ત્યાંથી ભાગી છુટયો હતો. બીજી તરફ માથાના ભાગે ઈજા પહોંચતા પાંચ વર્ષના પુત્રનુ માતાની નજર સામે જ કરુણ મોત નિપજ્યું હતું. બીજી તરફ સ્થાનિકોએ 108 મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી.
આ મામલે ચોકબજાર પોલીસે સમગ્ર બનાવમા સીસીટીવી ફુટેજ કબ્જે કર્યા છે અને આ બાઇક ચાલક કોણ છે તેની શોધખોળ હાથ ધરી હતી.