ભાવનગરઃ જિલ્લાના જેસર તાલુકામાં નદીઓમાં પૂર આવ્યા છે. તો અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. ગામમાં પાણી ઘૂસવાને કારણે બે બાઇકસવારો બાઇક સાથે પાણીમાં તણાવા લાગ્યા હતા. બંન્ને બાઇક સવારો પાણીના પ્રવાહ સાથે તણાતા જાઈ છે. તેને બચાવવા જતા અન્ય વ્યક્તિ પણ તણાવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેસર તાલુકામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બે કલાકમાં જ સાત ઇંચ વરસાદ પડતા પાણીનો ભરાવો થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે આસપાસની નદીઓમાં પૂર આવ્યા હતા. જિલ્લામાં આવેલા ડેમમાં પણ નવા નીરની આવત થઈ છે. 
ઉનાના 30 ગામો સંપર્ક વિહોણા, છ કલાકમાં 10 ઈંચ વરસાદ


મહત્વનું છે કે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી કેટલીએ જગ્યા પર જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે 129 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે 5 સ્ટેટ હાઈ-વે અને 124 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થઈ ગયા છે. કેટલીએ જગ્યા પર વીજ પુરવઠો પણ ખોરવાયો છે. રાજ્યમાં વરસાદના કારણે મૃત્યુઆંક 26 પર પહોંચી ગયો છે. 110 જેટલા પશુઓના પણ મોત થયા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યમાં NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જે વિસ્તારોમાં નદી નાળાં છલકાઈ ગયા છે, તે તરફ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરી NDRFની ટીમ લોકોનું સ્થળાંતર કરાવી રહી છે. હજુ પણ 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 18 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.