Gujarat government : બિલ્કીસ બાનો કેસમાં ઉંમરકેદની સજા મળ્યા બાદ 11 આરોપીઓને સમય પહેલા જ મુક્ત કરવાની પરમિશન આપતા ગુજરાત સરકારના આદેશની અરજી પર સુપ્રિમ કોર્ટમા આવતીકાલે સુનાવણી થશે. આ પહેલા આ કેસના આરોપીમાંથી એક શૈલેષ ચિમનલાલ ભટ્ટ દાહોદના બીજેપીના સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરની સાથે શનિવારે એક મંચ પર જોવા મળ્યા હતા. આ એક સરકારી કાર્યક્રમ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારની નળથી જળ યોજના સંબંધિત આ કાર્યક્રમમાં બિલ્કીસ બાનો કેસમાં દોષિત શૈલેષ ચીમનલાલ ભટ્ટ ભાજપ સાંસદ અને ધારાસભ્યની બાજુમા બેસેલા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ દાહોદ જિલ્લાના કરમાડી ગામમાં 25 માર્ચના રોજ આયોજિત કરાયો હતો. 


જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નાની બેન્ચની અનેક રાજકીય અને નાગરિક અધિકાર કાર્યકર્તાઓ દ્વારા દાખલ કરાયેલ અરજીઓ તથા બાનો દ્વારા દાખલ કરાયેલ અરજી પર સુનાવણી કરશે.


મંત્રીઓને બંગ્લા મળતા નથી અને રસોઈયા માટે ફાળવાયો બંગ્લો, દાદુનો આવો હતો દબદબો


2002ની છે ઘટના
2002ના ગુજરાત તોફાનો દરમિયાન દાહોદ જિલ્લાના રંધિકપુર ગામની બિલકિસ પોતાના પરિવારના 16 સભ્યોની સાથે ભાગી પાસેના ગામ છાપરવાડના ખેતરોમાં છુપાઈ હતી 3 માર્ચ 2002ના ત્યાં 20થી વધુ તોફાનીઓએ હુમલો કર્યો હતો. 5 મહિનાની ગર્ભવતી બિલકિસ સહિત કેટલીક અને મહિલાઓનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બિલકિસની 3 વર્ષની પુત્રી સહિત 7 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. 


2002માં મળી હતી આજીવન કેદની સજા
આરોપીઓ તરફથી પીડિત પક્ષ પર દબાવ બનાવવાની ફરિયાદ મળવા પર સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દીધો હતો. 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. 2017માં બોમ્બે હાઈકોર્ટે આ સજાને યથાવત રાખી હતી. 


શું છે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ, જેનો પીએમ મોદીએ મન કી બાતમાં ખાસ ઉલ્લેખ કર્યો