બિલકિસ બાનુ ગેંગરેપ કેસમાં 11 દોષીત મુક્ત, જાણો ગુજરાત સરકારની કઇ નીતિનો મળ્યો ફાયદો
વર્ષ 2002 માં ગુજરાતમાં થયેલા ગોધરા કાંડ બાદ બિલકિસ બાનુંનો સામૂહિક બળાત્કાર થયો હતો. આ કેસમાં 11 લોકોને દોષી ગણવામાં આવ્યા હતા. આ તમામ દોષીતોને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી. હાલ આ તમામ દોષીતો ગોધરા જેલમાં હતા.
જયેન્દ્ર ભોઇ, પંચમહાલ: ચકચારી બિલકિસ બાનું કેસના આરોપીઓ એવા 11 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. CBI ની સ્પેશિયલ કોર્ટે આ આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. આ કેદીઓએ 18 વર્ષ જેલમાં સજા કાપ્યા બાદ સજા માફી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના અનુસંધાને સુપ્રીમ કોર્ટએ કેદીઓને મુક્ત કરવા ગુજરાત રાજ્ય સરકારને નિર્ણય લેવા જણાવ્યું હતું. જે આધારે રાજ્ય સરકારે કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.
ગતરોજ ગોધરા સબજેલ ખાતેથી આ તમામ 11 કેદીઓને મુક્ત કરાયા હત.ઉલ્લેખનીય છે કે ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા તોફાન સમયે દાહોદના રણધીકપુરના બીલકિસબાનુંના પરિવાર પર હુમલો થયો હતો. જેમાં બીલકિસબાનું પર ગેંગરેપ અને તેના પરિવારજનોની હત્યા અને રાયોટીંગના ગુનામાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જે સજા કાપ્યા બાદ ગતરોજ 11 આરોપીઓને ગોધરા સબજેલમાંથી મુક્ત કરાયા હતા.
વર્ષ 2002 માં ગુજરાતમાં થયેલા ગોધરા કાંડ બાદ બિલકિસ બાનુંનો સામૂહિક બળાત્કાર થયો હતો. આ કેસમાં 11 લોકોને દોષી ગણવામાં આવ્યા હતા. આ તમામ દોષીઓને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી. હાલ આ તમામ દોષીતો ગોધરા જેલમાં હતા. જોકે ગુજરાત સરકારની ક્ષમા નીતિ હેઠળ આ તમામ આરોપીઓની મુક્તિને મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ ગેંગરેપના તમામ 11 દોષીતો જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
VLC Media Player ભારતમાં થયું બેન! બ્લોક થઇ વેબસાઇટ અને ડાઉનલોડ લિંક, જાણો કારણ
સીબીઆઇની વિશેષ કોર્ટે 11 દોષીઓને 21 જાન્યુઆરી 2008 ના રોજ સામૂહિક બળાત્કાર અને બિલકિસ બાનુંના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. પછી મુંબઇ હાઇકોર્ટે પણ તેની દોષસિદ્ધિને યથાવત રાખી. આ દોષીઓને 15 વર્ષથી વધુ જેલની સજા સંભળાવી હતી, ત્યારબાદ તેમાંથી એક દોષીતોને સમય પહેલાં મુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો મામલો
પંચમહાલના કમિશ્નર સુજલ માયત્રાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે તેની સજાના કેસમાં ક્ષમા પર ધ્યાન આપવા માટે નિર્દેશ કર્યા ત્યારબાદ સરકારે એક સમિતિની રચના કરી. સુજલ માયત્રા જ આ સમિતિના પ્રમુખ હતા. તેમણે કહ્યું કે 'થોડા મહિના પહેલાં રચવામાં આવેલી સર્વસંમતિથી આ કેસના તમામ 11 દોષીઓને ક્ષમા આપવાના પક્ષમાં નિર્ણય કરવામાં આવ્યો.
YouTube Online Store ટૂંક સમયમાં થશે લોન્ચ, ચાલી રહી છે ધમાકેદાર તૈયારીઓ
તમને જણાવી દઇએ કે ગોધરા કાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન અમદાવાદ પાસે રંધીકપુર ગામમાં 3 માર્ચ 2022 ના રોજ બિલકિસ બાનુંના પરિવાર પર ભીડે હુમલો કર્યો હતો. ભીડના આ મામલે બિલકિસના પરિવારના સાત લોકોના મોત થયા હતા. તે સમયે બિલકિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube