SC Verdict on Bilkis Bano Case: ફરી જેલમાં ધકેલાશે બિલ્કીસ બાનો કેસના દોષિતો, ગુજરાત સરકાર પાસેથી છીનવી લેવાયો પાવર
Bilkis Bano Supreme Court Decision : બિલ્કિસ બાનું કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો... સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો... સમય પહેલાં દોષિતોને છોડવાના આદેશને રદ કર્યો... કોર્ટે કહ્યું દોષિતોની મુકિતનો નિર્ણય ગુજરાત સરકાર ના લઈ શકે
Bilkis Bano SC Verdict : બિલ્કિસ બાનું કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. સમય પહેલાં 11 દોષિતોને છોડવાના ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ગુજરાત સરકારને મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું દોષિતોની મુકિતનો નિર્ણય ગુજરાત સરકાર ના લઈ શકે. દોષિતોને મુક્ત કરવાનો અધિકાર મહારાષ્ટ્ર સરકાર પાસે રહેશે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની જધન્ય કેસના આરોપીઓને મુક્ત કરવાની માફી રદ્દ કરી છે. તેથી હવે બિલ્કીસ બાનો રેપ કેસના 11 આરોપીઓ ફરી જેલમાં ધકેલાશે. આમ, સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનોની અરજી યોગ્ય માનીને દોષિતોને સજામાં અપાયેલી છુટ રદ કરાઈ છે.
નિર્ણય લેવાનો પાવર ગુજરાત સરકાર પાસેથી લઈને મહારાષ્ટ્ર સરકારને આપ્યો
કોર્ટે આરોપીઓને સમય પહેલા મુક્તિનો ગુજરાત સરકારનો આદેશ રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે ગુજરાત સરકાર નહીં, પરંતુ મહારાષ્ટ્ર સરકારને રિલીઝ અંગે નિર્ણય લેવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે, ગુનો ભલે ગુજરાતમાં થયો હોય, પરંતુ મહારાષ્ટ્રમાં ટ્રાયલ ચાલી રહી હોવાથી ગુજરાત સરકારને નિર્ણય લેવાનો અધિકાર નથી. આ ખોટું હતું, કોર્ટે પીઆઈએલ વિશે કંઈ કહ્યું નથી. બિલિકિસની અરજી સુનાવણી માટે યોગ્ય માનવામાં આવી હતી. બિલિકિસ પીડિત છે, તેણે પીઆઈએલ દાખલ કરી નથી. કોર્ટે કહ્યું, SCનો મે 2022નો આદેશ સાચો નહોતો. તે સમયે દોષિતે કોર્ટથી હકીકત છુપાવી હતી.
ગાંધીનગરમાં કામથી જવાના હોય તો સાવચજો, સરકારી ઓફિસના સમયમાં થયો છે ફેરફાર
બોરસદ પાસે અકસ્માતમાં ત્રણ યુવકોના મોત : કારનું એવુ પડીકું વળ્યું કે જીવ બચાવવા યુવકો બહાર નીકળી જ ન શક્યા
2002ની છે ઘટના
2002ના ગુજરાત તોફાનો દરમિયાન દાહોદ જિલ્લાના રંધિકપુર ગામની બિલકિસ પોતાના પરિવારના 16 સભ્યોની સાથે ભાગી પાસેના ગામ છાપરવાડના ખેતરોમાં છુપાઈ હતી 3 માર્ચ 2002ના ત્યાં 20થી વધુ તોફાનીઓએ હુમલો કર્યો હતો. 5 મહિનાની ગર્ભવતી બિલકિસ સહિત કેટલીક અને મહિલાઓનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બિલકિસની 3 વર્ષની પુત્રી સહિત 7 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.
2002માં મળી હતી આજીવન કેદની સજા
આરોપીઓ તરફથી પીડિત પક્ષ પર દબાવ બનાવવાની ફરિયાદ મળવા પર સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દીધો હતો. 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. 2017માં બોમ્બે હાઈકોર્ટે આ સજાને યથાવત રાખી હતી.
આજે આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે : હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી