સુરતઃ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે. શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સરકાર સામે બળવો કર્યો છે. આ બળવાનું પ્રથમ કેન્દ્ર સુરત બન્યું હતું. મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ મોડી રાત્રે શિંદે કેટલાક ધારાસભ્યો સાથે સુરત પહોંચી ગયા હતા. અહીં એક હોટલમાં તમામ ધારાસભ્યોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ હવે વિગતો સામે આવી છે કે આ હોટલ છોડ્યા બાદ પણ તેના બિલની ચુકવણી કરવામાં આવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રથી સુરત પહોંચ્યા હતા બળવાખોર ધારાસભ્યો
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે. ઠાકરે સરકારમાં મંત્રી રહેલા એકનાથ શિંદેએ પોતાની જ પાર્ટી સામે બળવો કરી દીધો છે. મહારાષ્ટ્રમાં 20 જૂને વિધાન પરિષદની ચૂંટણી બાદ એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા હતા. અહીં તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 20 જૂને મોડી રાત્રે સુરત પહોંચેલા બળવાખોર ધારાસભ્યો અહીં કેટલીક કલાકો રોકાયા બાદ ગુવાહાટી રવાના થયા હતા. પરંતુ હજુ સુધી આ હોટલનું બિલ ચુકવાયું નથી. 


મારું ઘર પૂર્વ ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાની આગેવાનીમાં ટોળાએ બાળ્યુ હતું : ઝફર સરેશવાલા 


કોઈ પ્રક્રિયાનું પાલન નહીં
આપણે જ્યારે કોઈ હોટલમાં જઈએ ત્યારે ત્યાં રહેવા માટે આધાર-પૂરાવા પણ આપવા પડતા હોય છે. પરંતુ આ બળવાખોર ધારાસભ્યો હોટલમાં રોકાયા તો કોઈ પેપર વર્ક કરવામાં આવ્યું નથી. હોટલના રૂમ કોણે બુક કરાવ્યા હતા તેની પણ કોઈ વિગત સામે આવી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube