બુરહાન પઠાણ/આણંદ: જર જમીન અને ઝોરૂ ત્રણેય કજીયાનાં છોરૂ, આ કહેવતને યથાર્થ ઠેરવતી ઘટના આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાનાં બિલપાડ ગામમાં બની છે, જેમાં પત્ની સાથે મિત્રનાં આડા સંબધનાં વ્હેમમાં મિત્રએ જ મિત્રનાં માથામાં અને શરીરે લાકડાનાં ડંડાઓ ફટકારી કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુમાર કાનાણી ફરી લડી લેવાના મૂડમાં! ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ કરવા CMને લખ્યો પત્ર


બિલપાડ ગામમાં ડાભીયા વગા સીમમાં રાત્રિના સમયે પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખીને યુવકને લાકડાના ડંડા વડે ઉપરા છાપરી ફટકા મારી હત્યા કરી નાખવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખીને મિત્રએ મિત્રની હત્યા કરી નાંખી હોવાનું ખુલ્યું છે. બિલપાડ ગામની પડધા સીમમાં રહેતા ગણપતભાઈ મગનભાઈ પઢીયાર પોતાનાં ખેતરમાં ગીલોડીનો પાક કર્યો હોઈ ખેતરમાં ખાટલો પાથરી પાક સાચવતા હતા અને તેઓનાં ખેતરની નજીકમાં મહેશભાઈ મગનભાઈ પઢીયારનું ખેતર આવેલું છે, જે ખેતર તેમનો ભાણો ભરત પઢીયાર ખેડે છે, અને ખેતરનાં એક ખુણામાં બનાવેલા મકાનમાં પોતાની પત્ની સાથે રહે છે, ભરત અને ગણપત વચ્ચે મિત્રતા બંધાતા ગણપત અવાર નવાર રાત્રીનું ભોજન ભરતભાઈનાં ઘરે કરતો હતો. 


હવે ખેતી કરવી પણ મોંઘી બની, ખાતર, ખેડ, પાણી, દવા, મજૂરીનો ખર્ચ વધતા ખેડૂતો પરેશાન


ગણપત સાંજનાં સુમારે પોતાનાં ઘરેથી ખેતરમાં જવાનું અને જમવાનું ભરતનાં ઘરે છે, તેમ કહી નિકળ્યો હતો. ભરતની પત્ની સરોજ ત્રણ દિવસથી તેનાં પિયર મોટી સંખ્યાડ ગામે હતી. પરંતુ ત્યારબાદ સવારનાં સુમારે ગણપતનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ ખેતરમાં ખાટલા નજીકથી મળી આવ્યો હતો. જેથી ગણપતનાં પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે ધટના સ્થળ દોડી જઈ તપાસ કરતા ગણપતને લાકડાનાં દંડા મારી તેની હત્યા કરાઈ હોવાનું જણાયું હતું. જેથી આ ધટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા. 


સફેદ સોનાની ખેતી કરીને ભરપેટ પસ્તાયા અમરેલીના ખેડૂતો,માર્કેટમાં સાવ તળિયે બેસ્યો ભાવ


પોલીસે આ બનાવ અંગે તપાસ કરતા મૃતક ગણપતને તેનાં મિત્ર ભરતની પત્ની મિના સાથે આડો સંબધ હોવાનો વ્હેમ ભરતભાઈને હોવાનું જાણવા મળ્યું હતું અને આડાસંબધને લઈને ગણપત અને ભરતને રાત્રીનાં સુમારે ઝઘડો થયો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતું. 


મોત બાદ કિન્નરોની લાશ સાથે શું થાય છે? દુનિયાથી છૂપાવવામાં આવે છે આ રહસ્યો


આંકલાવ પોલીસે આ બનાવ અંગે મૃતકનાં મોટા ભાઈ મણીભાઈ ઉર્ફે બકો મગનભાઈ પઢીયારની ફરીયાદનાં આધારે ભરતભાઈ મોહનભાઈ પઢીયાર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપી ભરત પઢીયારને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેણે પોતાની પત્ની સાથે મૃતક ગણપતને આડાસંબધ હોવાથી હત્યા કર્યાની કબુલાત કરતા પોલીસે આરોપી ભરત પઢીયારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.