ગાંધીનગર :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં મોટી લડત આપનાર વિદ્યાર્થીઓ સામે આખરે સરકાર ઝૂકી હતી, અને વિદ્યાર્થીઓની જીત થઈ છે. ધોરણ 12 પાસની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા (Exam) આપી શકશે. તો બિન સચિવાલય ક્લાર્કની (Bin Sachivalay Clerk Exam) પરીક્ષા માટે સરકારે ગ્રેજ્યુએશનનો નિયમ પાછો ખેંચ્યો છે. આમ, રાજ્યના પોણા અગિયાર લાખ ઉમેદવારોને સરકારે સૌથી મોટી રાહત આપી છે. એટલું જ નહિ, પરીક્ષા આપનાર ઉમેદવારને કોઈ જ પ્રકારની તકલીફ ન થાય તે પ્રકારે નિર્ણયો લેવાયા છે. હવે આ પરીક્ષા 17 નવેમ્બરના રોજ યોજાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના ભાવિ માટે સરકારે લીધો મોટો નિર્ણય


પરીક્ષાની નવી જાહેરાતના મહત્વના 10 મુદ્દા પર કરી લો નજર... 


  • ધોરણ 12 પાસ અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.

  • 17 નવેમ્બરે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે. 

  • પરીક્ષા માટે અગાઉની પ્રોસેસને યથાવત રખાશે. 

  • કોઈ પણ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નહીં બદલાય અને વિદ્યાર્થીઓએ બિન સચિવાલયની પરીક્ષા માટે નવું ફોર્મ ભરવાની પણ જરૂર નથી અને ઉમેદવારોએ ભરેલું જૂનુ ફોર્મ જ માન્ય ગણાશે. 

  • કોલ લેટર અડધા કલાકમાં એનઆઈસીની વેબસાઈટ પર ઓપન કરી દેવાશે. જે વિદ્યાર્થીઓને ઓજસની વેબાસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે. 

  • વિદ્યાર્થીઓને જૂના સેન્ટર મુજબ પર પરીક્ષા આપવાની રહેશે. કોઈપણ વિદ્યાર્થીનું કેન્દ્ર નહિ બદલાય.

  • જે ઉમેદવારોએ પોતાના નામો રજિસ્ટ્રેશન કરાવ્યા છે તે તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે

  • રાજ્યના 3171 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. મેરીટના આધારે 3771 ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. 

  • તમામ અનામતની જોગવાઈઓ લાગુ કરીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.


થાંભલા પર ચડેલી આ મહિલાની કરતૂત જાણી તમે પણ ચોંકી ઉઠશો... જાણો


આખરે રાજ્યના પોણા અગિયાર લાખ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. અનેક વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતો બાદ સરકારે બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે નિર્ણય કરાયો છે કે, ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ બિન સચિવાલયની પરીક્ષા આપી શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે માત્ર આ પરીક્ષા પૂરતો ધોરણ 12 પાસની લાયકાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તો GPSCની પરીક્ષા 24 નવેમ્બરે યોજવામાં આવશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :