અમદાવાદ : બિન સચિવાલય ક્લાર્કનાં પેપરલિકકાંડમાં દાણીલીમડાની એમ.એસ પબ્લિક સ્કુલની સંડોવણી તપાસમાં સામે આવી હતી. શાળા દ્વારા જ પેપર લિંક કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા શહેરી ડીઇઓએ આ મુદ્દે સ્કુલની માન્યતા કેમ રદ્દ ન કરવી તે અંગે નોટિસ આપી ખુલાસો કરવા માટે જણાવ્યું હતું. ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફીસર દ્વારા શાળાની માન્યતા રદ્દ કેમ ન કરવામાં આવે તે અંગે જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ અંગેની સુનવણીમાં હાજર રહેવા માટે જણાવાયું હતું. જો કે શાળાના સંચાલકોને જાણે તંત્રની કોઇ પરવાહ જ ન હોય તે પ્રકારે ગેરહાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધતા ઓનલાઇન ફ્રોડને ડામવા પોલીસ દ્વારા સાયબર આશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેક્ટ લોન્ચ

સ્કુલ સંચાલકો દ્વારા કરાયેલા ખુલાસામાં સંચાલકોની દલીલ હતી કે, સમગ્ર બનાવ અમારી જાણ બહાર થયો છે. આ ઉપરાંત જે સ્ટાફ દ્વારા આ ગોટાલો કરવામાં આવ્યો છે તે સ્ટાફને ફરજમુક્ત કરી દેવામાં આવ્યો છે. જો કે ડીઇઓ દ્વારા આ ખુલાસાને માન્ય રાખ્યો નહોતો. સંચાલકો ગેરહાજર રહેતા ડીઇઓ સુનવણી માટેની સંચાલકોને અંતિમ તક આપી છે. જો આમાં પણ શાળાનાં સંચાલકો ગેરહાજર રહેશે તો માન્યતા રદ્દ કરવા માટે ભલામણ કરવામાં આવશે. શાળાની માન્યતા રદ્દ નહી કરવા માટે સંચાલકોએ જવાબ રજુ કરવો પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube