Gujarat Weather Forecast : નરેન્દ્ર મોદીના ખાસ નેતાઓની યાદીમાં સામેલ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાલ વાવાઝોડાના સંકટ વચ્ચે દ્વારકા પહોંચ્યા છે. ગુજરાતના વિવિધ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. રૂપેણ બંદર ખાતે વિવિધ વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું તેમજ માછીમારોને સાવચેતી રાખવાની અપીલ કરી. તેઓ વાવાઝોડાની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે એક ઘટના બની હતી, જેમાં રૂપાલા માંડ માંડ બચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારના ડેરી ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાને બિપોરજોય વાવાઝોડાને પગલે દ્વારકામાં બચાવ કામગીરી અને રાહત કામગીરીની જવાબદારી સોંપાઈ છે. વાવાઝોડાની સ્થિતિ વચ્ચે દરિયાકિનારે મંદિરની અંદર ઘૂંટણ સુધી દરિયાના પાણીની વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.


વાવાઝોડામાં કેમ ઘરની બહાર ન નીકળુ તેવી સલાહ અપાય છે, જોઈ લો વીડિયોમાં પુરાવો


પરસોત્તમ રૂપાલાએ દેવભૂમિ દ્વારકા ખાતે સ્થિત દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌ શાળા ટ્રસ્ટની મુલાકાત લઈ, સંભવિત બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા તેમજ અબોલા જીવની સુરક્ષા અર્થે તૈયારીઓની સમીક્ષા કરી. પરષોત્તમ રૂપાલા છેલ્લા બે દિવસથી દરિયાકાંઠાના વિસ્તારમાં કેમ્પ કરી રહ્યા છે અને સરકારી એજન્સીઓ દ્વારા ચાલી રહેલા સ્થળાંતર અને રાહત કાર્ય પર નજર રાખી રહ્યા છે.



બિપરજોય વાવાઝોડા ના પગલે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ માં તાત્કાલિક અસરથી 7 નાયબ મામલતદાર કક્ષા અધિકારી અને બે કારકુન ની નિમણૂક કરવાના આદેશ કરવામાં આવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ માં ખાલી જગ્યાઓને કારણે એક વર્ષ માટે પ્રતિનિયુકતના ધોરણે નિમણૂક કરવામાં આવી છે. જે‌ તે જિલ્લા કલેકટર કચેરી ને પણ આદેશ કરવામાં આવ્યા કે, બિપરજોય વાવાઝોડા ને કારણે આ અધિકારી કર્મચારીઓ ને તાકિદ હાલની જગ્યા પરથી છુટા કરવાના રહેશે. 



કુદરતી આફતો સામેની સજ્જતા અને કટિબદ્ધતામાં ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયાકિનારો હોવાના કારણે, રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં અવારનવાર વાવાઝોડાંઓની અસર રહેતી હોય છે. આવા વાવાઝોડાંઓ સામે પહોંચી વળવા અને રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દીર્ઘદ્રષ્ટિ વાપરીને દરિયાકિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS) નું નિર્માણ કર્યું છે. આજે રાજ્ય જ્યારે બિપરજોય વાવાઝોડાંની સંભવિત અસરો સામે લડવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આ શેલ્ટર્સ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.  


આ 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સમાં શેલ્ટર જૂનાગઢ ખાતે 25, ગીર સોમનાથ ખાતે 29, પોરબંદરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, કચ્છમાં 4, અમરેલીમાં 2, જામનગરમાં 1, નવસારીમાં 1, ભરૂચમાં 5 અને અમદાવાદમાં 1 શેલ્ટરનો સમાવેશ થાય છે.