Biparjoy Cyclone/હિતલ પારેખ, ગાંધીનગરઃ દરિયામાં ઉઠલાં તોફાનને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે વિનાશક વાવાઝોડું. 170 કિલો મીટરની ઝડપે આગળ વધી રહેલાં વિનાશક વાવાઝોડાને કારણે ભારે નુકસાનનીની ભીતિ સેવાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા અને લોકલ લેવલે જિલ્લાઓ ઓથોરિટી અને મહાનગર પાલિકાઓ દ્વારા પણ આ બાબતે વિવિધ સ્તરે અલર્ટ જાહેર કરીને સતર્ક રહેવા માટે સુચનાઓ આપી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારે વિનાશક વાવાઝોડાને પહોંચી વળવા માટે તેવી તૈયારીઓ કરી છે એ પણ જાણી લઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરબી સમુદ્ર મા સર્જાયેલ વાવાઝોડા મામલે ગુજરાત સરકાર એકદમ સતર્ક થઈ ગઈ છે. ગુજરાતમા વાવઝોડા ના સંભવિત ખતરાને લઈને NDRFની ટિમો એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં બચાવ કામગીરી માટે સરકાર દ્વારા NDRFની 10 ટિમો એલર્ટ મોડ મા રાખવામાં આવી. વાવાઝોડાની સંભવિત લેન્ડ ફોલની સ્થિતિ અનુસાર NDRF ની ટિમોને ડિપ્લોઇડ કરવામાં આવશે.


વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા કેવી છે સરકારની તૈયારીઓ?
સંભવિત ચક્રવાતને લઇ રાજ્ય સરકાર સજજ થઈ ગઈ છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૃમ એક્ટિવ કરાયો છે. હવામાન વિભાગની આગાહી અંતર્ગત તમામ દરીયા કિનારાના વિસ્તારોમાં મોનિટરીંગ કરાઈ રહ્યુ છે. જીલ્લા કલેકટર અને ડીડીઓને વાવાઝોડા અંગેની sop આપવામાં આવી છે. વાવાઝોડા પહેલા, વાવાઝોડુ આવે ત્યારે અને પછી શુ કરવુ તે અંગે સુચનાઓ આપવામાં આવી છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સાથે મુખ્યમંત્રી કાર્યાલયથી પણ સીધુ મોનિટરીંગ કરાઈ રહ્યુ છે.


ઉલ્લેખનીય છેકે,  હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર ત્રાટકી શકે છે વિનાશક વાવાઝોડું. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 24 કલાક ગુજરાત પર ભારે છે. ગુજરાતના માથે મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચક્રવાત ભીષણ રૂપ ધારણ કરી શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છેકે, તા.9, 10ના રોજ 150-170 કિમીની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાશે. આગામી 9 જૂનથી ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયેલો રહેશે. હાલ દરિયો તોફાની બન્યો છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાતા ગુજરાતના બંદરોએ સિગ્નલ લાગ્યા હતા.