સપના શર્મા, અમદાવાદ: ગુજરાતને ઘમરોળવા માટે તલપાપડ થઈ રહેલા બિપરજોય વિશે મોટા સમાચાર આવ્યા છે. આ વાવાઝોડાને ગુજરાતના કાંઠે ટકરાવવામાં ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે તેના લેન્ડફોલના સમયમાં ફેરફાર થયો છે. હવામાન ખાતાના લેટેસ્ટ બુલેટિન મુજબ બિપરજોય સવારે 5.30 વાગ્યાની સ્થિતિ મુજબ જખૌ બંદરથી 180  કિમી દૂર છે. જે આજે સાંજે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોથી પસાર થઈને માંડવી અને વચ્ચે જખૌ બંદરની આજુબાજુમાં સાંજે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. વાવાઝોડાની અસર જો કે સમગ્ર રાજ્યમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વરસાદ ક્યાં ક્યાં પડી શકે છે તેની આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 3 કલાક માટે વરસાદની આગાહી
હવામાન ખાતાએ આગામી 3 કલાકમાં ગાંધીનગર, મહેસાણા જામનગર દ્વારકા પોરબંદર કચ્છ ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર  નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીરસોમનાથ બોટાદ દીવમાં વરસાદની આગાહી કરાઈ છે. 


અમદાવાદમાં અન્ડર બ્રિજ કરાયો બંધ
વાવાઝોડાની દહેશતના પગલે ટ્રાફિક પોલીસ પણ અલર્ટ થઈ ગઈ છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને લઈને ટ્રાફિક પોલીસે સૂચના આપી છે કે વરસાદમાં સલામતી માટે અન્ડર બ્રિજ બંધ કરવામાં આવશે. સ્થાનિક લોકોને અન્ડર બ્રિજનો ઉપયોગ નહિ કરવાની સૂચના આપી છે. 


બિપરજોય પર આવ્યા મોટા ખબર, લેન્ડફોલનો સમય બદલાયો! હવે જાણો ક્યારે જખૌ નજીક ત્રાટકશે


આજે જખૌ નજીક ત્રાટકશે ધરાવતું ભયાનક વાવાઝોડું!, જાણો ક્યાં છે ભારે વરસાદની આગાહી


વિનાશક બિપરજોય ગુજરાતથી કેટલું દૂર, Live Tracker માં જુઓ વાવાઝોડાની પળેપળની અપડેટ


આ સમયે થઈ શકે છે લેન્ડફોલ
ગઈ કાલના અનુમાન પ્રમાણે સાંજે 5 વાગ્યે લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ જોવાય રહી હતી. પરંતુ હવે બિપરજોય વાવાઝોડું સાંજે 6 થી 9 -30 વાગ્યા વચ્ચે જખૌ પોર્ટ પર લેન્ડફોલ થાય તેવી શક્યતા છે. ગઈ કાલે લગભગ 6 કલાક સુધી વાવાઝોડુ સ્થિત થઈ ગયું હોવાના કારણે સમયમા ફેરફાર થશે. હજુ પણ વાવાઝોડાની મૂવમેન્ટના આધારે નક્કર સમય નક્કી થશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube