બિપરજોય વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે તે ગુજરાતના જખૌ નજીક ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. વાવાઝોડું ગુજરાતના કાંઠેથી હવે 140 કિમી દૂર છે. ભારે વરસાદ થવાની આશંકાના પગલે 90 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમયે થઈ શકે છે લેન્ડફોલ
ગઈ કાલના અનુમાન પ્રમાણે સાંજે 5 વાગ્યે લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ જોવાય રહી હતી. રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેએ કહ્યું કે બિપરજોયની ગતિમાં ઘટાડો આવ્યો છે. વાવાઝોડું રાત્રે 9 થી 10 કલાકની આસપાસ ટકરાશે તેવું અનુમાન છે. પવનની ગતિ 115-125 kmph રહેવાની સંભાવના છે. ગઈ કાલે લગભગ 6 કલાક સુધી વાવાઝોડુ સ્થિત થઈ ગયું હોવાના કારણે સમયમા ફેરફાર થશે. હજુ પણ વાવાઝોડાની મૂવમેન્ટના આધારે નક્કર સમય નક્કી થશે. 


જો કે વાવાઝોડું આજે સાંજે ટકરાય તે પહેલા જ તેની અસર શરૂ થઈ ગઈ છે. રાહત કમિશનર આલોક પાંડેએ આજે ગુજરાત તરફ આગળ વધી રહેલા વાવાઝોડા અંગે એક એવી માહિતી આપી જે ચિંતા પેદા કરનારી છે. તેમણે કહ્યું કે વાવાઝોડા બિપરજોયે પોતાની ઝડપ ઘટાડી છે પરંતુ પવનની ઝડપ 110-125 કિમીની આસપાસ રહેશે જે ખુબ ખતરનાક છે. આ અગાઉ આજે IMD ના ડાઈરેક્ટર જનરલ ડો. મૃત્યુંજય મોહાપાત્રે જણાવ્યું કે વાવાઝોડાની વીન્ડ સ્પીડ હાલ 125 થી 135 કિમી પર જોવા મળી રહી છે. આજ સાંજ સુધીમાં તે જખૌ આજુબાજુ સૌરાષ્ટ્ર-કચ્છ પાકિસ્તાનના દરિયા કાંઠાને હીટ કરશે. ત્યારે તેની વીન્ડ સ્પીડ 115-125 થી 140 કિમી પ્રતિ કલાકની આગાહી કરાઈ છે જે એક વેરી સિવિયર સાઈક્લોન છે.


વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ
હવામાન ખાતાએ જણાવ્યા મુજબ વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો હાલ આ બિપરજોય નામનું વાવાઝોડું જખૌ બંદરથી 140 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાની પશ્ચિમે 190 કિમી દૂર છે. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર છે.


વાવાજોડાની સ્થિતિ દર્શાવતા વીડિયો....


કચ્છના મુંદ્રા પોર્ટ પર દેખાયું દરિયાનું રૌદ્ર સ્વરૂપ....જુઓ વીડિયો



માંડવીના દરિયામાં ઊંચી ઊંચી લહેરો ઉઠી રહી છે



દ્રારકામાં બિપોરજોયની જુઓ અસર, જોરદાર ફૂંકાઈ રહ્યો છે પવન જેણે દહેશતનો માહોલ પેદા કર્યો છે. ....



કંડલા પોર્ટની સ્થિતિ જુઓ આ વીડિયોમાં...



વાવાઝોડું ત્રાટકે તે પહેલા જે અસર જોવા મળી રહી છે તેને પરિણામે એક હજાર એસટી બસો બંધ કરાઈ છે



દમણમાં દરિયો હિલોળે ચડ્યો
દમણમાં બિપરજોયનું વરવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વાવાઝોડું આજે રાત્રે ગુજરાતમાં જખૌ બંદર નજીક ત્રાટકે  તેવી શક્યતા છે. 



મોરબીમાં ભારે વરસાદ
મોરબીમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. નવલખી બંદર બંધ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 



જામનગરમાં ભારે વરસાદ
જામનગરમાં પણ ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડું જખૌ નજીક ત્રાટકવાનું છે. જેની અસર ગુજરાત ભરમાં જોવા મળી રહી છે. 



અરવલ્લીમાં અનરાધાર વરસાદ
અરવલ્લી જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ઘનઘોર વાદળો છવાયેલા છે અને ભારે વરસાદે જીવન અસ્તવ્યસ્ત કર્યું છે. 



પિંગળેશ્વરમાં દરિયો તોફાની બન્યો
પિંગળેશ્વરમાં બિપરજોયની અસર જોવા મળી રહી છે, દરિયો તોફાની બન્યો છે અને રાક્ષસી મોજા ઉછળી રહ્યા છે. 



માંડવીમાં જુઓ કેવી છે પરિસ્થિતિ
બિપરજોયની સૌથી વધુ અસર કચ્છ, સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. માંડવીમાં પણ વાવાઝોડું ત્રાટકે તે પહેલા ભયંકર અસર જોવા મળી રહી છે. સમુદ્રમાં ઊંચે ઊંચે મોજા ઉછળી રહ્યા છે. પૂરપાટ પવન ફૂંકાઈ રહ્યો છે.