Biparjoy Cyclone landfall Live: ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાયું છે. કચ્છના જખૌમાં થોડીવારમાં વાવાઝોડાનો સૌથી ઘાતક પવન ફૂંકાવાનો શરૂ થશે. અત્યારે વાવાઝોડાનો અગ્ર ભાગ છે તે ટકરાયો છે. 12 વાગ્યા સુધીમાં કચ્છમાં સંપૂર્ણ રીતે જમીન સાથે ટકરાશે વાવાઝોડું. હાલ જે ખબર મળી રહી છે તે પ્રમાણે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં, નખત્રાણામાં, ભચાઉમાં, અંજારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cyclone Biparjoy Live Updates:


રાહત કમિશનર આલોક પાંડે Live:-


  • આ વાવાઝોડાના કારણે પાટણ અને બનાસકાંઠામાં વરસાદ અતિભારેથી ભારે પડી શકે છે. આવતીકાલ સવારથી નુકસાનીનો સર્વેની કામગીરીનું પ્રારંભ કરવામાં આવશે. 

  • રાહત કમિશનર આલોક પાંડેએ વાવાઝોડાની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, વાવાઝોડાની આંખ પાકિસ્તાનની બોર્ડરને ટચ થઈ ગઈ છે, જ્યારે વાવાઝોડાનો પાછળનો ભાગ કચ્છ ઉપરથી પસાર થઈ રહ્યો છે. 

  • તેમણે જણાવ્યું હતું કે, આ વાવાઝોડામાં 24 જેટલા પશુઓના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી છે, જ્યારે 22 માનવીઓને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.

  • બિપોરજોન વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધશે. તે પાણી ઉત્તર ગુજરાત તરફ આવવાની સંભાવના છે. 940 ગામડાઓમાં વીજ પોલ પડ્યાની ઘટના સામે આવી છે. 


આવતીકાલે કોઈ મુશ્કેલ નહીં હોય તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ કરશે. હવામાનમાં પવન વધારે હોય તો શનિવાર જશે.  



PM મોદીએ ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. બિપરજોય વાવાઝોડા સંદર્ભે માહિતી મેળવી છે. મુખ્યમંત્રીને ગુજરાતની તમામ મદદ કરવાની ખાતરી પણ આપી છે. કેન્દ્ર સરકાર ગુજરાતને વાવાઝોડાથી થયેલા નુકસાન સંદર્ભે પૂરતી મદદરૂપ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ત્રાટકી રહેલા ચક્રવાતી વાવાઝોડા બિપોરજોયની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી હતી. જાણવા મળી રહ્યું છે કે, વડાપ્રધાને ગીર જંગલના સિંહો સહિતના વન્ય પ્રાણીઓના રક્ષણ માટેની વ્યવસ્થા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.



વાવાઝોડાની સંપૂર્ણ લેન્ડ ફોલ પ્રક્રિયા મધ્ય રાત સુધી પૂરી થશે
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, પવનની ગતિ 125 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. સાથે જ વાવાઝોડાની સંપૂર્ણ લેન્ડ ફોલ પ્રક્રિયા મધ્ય રાત સુધી પૂરી થશે. કાલ સવાર સુધી સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થવાની સંભાવના છે. તેના કારણે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. નોર્થ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આજે મધ્ય રાત સુધી તે પ્રક્રિયા ચાલુ રહેવાની સંભાવના છે. મધ્ય રાત બાદ ગંભીર ચક્રવાતની પવનની ગતિ ઘટવાની સંભવના છે. જ્યારે કાલે સાંજ સુધી પવનની ગતિ સામાન્ય થવાની સંભાવના છે.



આગામી 5થી 6 કલાક કચ્છ, સૌરાષ્ટ્ર માટે ખતરનાક
નોંધનીય છે કે, બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થઇ ચૂક્યું છે. વાવાઝોડાની આંખનો ઘેરાવો 50 કિ.મી જેટલો વિશાળ છે. 12 કિ.મીની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. મધરાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ રહેશે. 5થી 6 કલાક લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ રહેશે. આંખ ટકરાશે ત્યારે 125 કિ.મી સુધી પવન ફૂંકાવવાની સંભાવના છે. સાઈક્લોનની આંખના ભાગ ફોલ કરશે ત્યારે પવનની ઝડપ સૌથી વધુ હશે. આંખનો મધ્ય ભાગ ફોલ કરશે ત્યારે અચાનક પવનની ગતિ ઓછી અને અચાનક વરસાદ પણ ઓછો થશે. ફરી જ્યારે આંખના બહારની સરફેશ ફોલ કરશે ત્યારે પવન અને અતિભારે વરસાદ પડશે. આગામી 5થી 6 કલાક કચ્છ, સૌરાષ્ટ્ર માટે ખતરનાક છે.



આ સિવાય ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, રાપર, લખપત અને ભુજ તાલુકામાં પણ વાવાઝોડાની પ્રચંડ અસર દેખાઈ રહી છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર, ખંભાળિયા, દ્વારકા અને ભાણવડ તાલુકામાં વૃક્ષો ધરાશાયી હોવાના સમાચાર છે. અનેક ગામોમાં વીજપોલ ધરાશાયી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. ગાંધીધામમાં વીજ કરંટથી પશુઓનાં મોતના સમાચાર મળી રહ્યા છે. દરિયા કાંઠાના વિસ્તારમાં મોટા પાયે વૃક્ષો પડ્યાં છે.



12 વાગ્યા સુધીમાં જમીન સાથે વાવાઝોડું ટકરાશે
ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાયું છે. કચ્છના જખૌમાં થોડીવારમાં વાવાઝોડાનો સૌથી ઘાતક પવન ફૂંકાવાનો શરૂ થશે. અત્યારે વાવાઝોડાનો અગ્ર ભાગ છે તે ટકરાયો છે. 12 વાગ્યા સુધીમાં કચ્છમાં સંપૂર્ણ રીતે જમીન સાથે વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું 11.30 વાગ્યે જખૌમાં સંપૂર્ણ રીતે ત્રાટકશે. કરાચી અને માંડવી વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થઈ રહ્યું છે. 115થી 125 પ્રતિ કલાકની પવનની ઝડપે ત્રાટકશે. 16 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. અત્યારે 115થી 125 પ્રતિ કલાકની પવનની ઝડપ છે. મધરાત પછી પવનની ગતિ 75 કિમી પ્રતિ કલાક થઈ જશે. મધરાત પછી સાયક્લોન સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ જશે.