Biparjoy Cyclone: સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન...બિપોરજોય આ વિસ્તારોને ધમરોળશે! મેપમાં જુઓ ક્યાંથી પસાર થશે વાવાઝોડું
એક બાજુ જ્યાં દેશમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યાં બીજી બાજુ અરબી સમુદ્રમાં બનેલું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતમાં ફેરવાઈ ચૂક્યું છે. ગુજરાત પર આ ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે. જેને બિપોરજોય (Biparjoy or Biporjoy) નામ આપવામાં આવ્યું છે. આજે સવારે સાડા પાંચ વાગ્યે પૂર્વ મધ્ય અને આજુબાજુના દક્ષિણ-પૂર્વ અરબ સાગર પર ગંભીર ચક્રવાતી તોફાન બન્યું. તે લગભગ 12.6N અને 66.1E પર કેન્દ્રીત છે અને ગોવાના પશ્ચિમ દક્ષિણ પશ્ચિમથી લગભગ 890 કિમી પર સ્થિત છે.
મેપમાં જુઓ ક્યારે ક્યાંથી પસાર થશે બિપોરજોય વાવાઝોડું
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી 24 કલાક દરમિયાન એટલે કે 8 જૂનની સવાર સુધીમાં તેના ઉત્તર તરફ આગળ વધવાની અને તીવ્ર થવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં બનેલું આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતા તેજ થતું જશે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ચક્રવાતમાં પવનની ઝડપ 150થી 190 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. 8થી 10 જૂન સુધીમાં સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠવાની શક્યતા છે. તેની સૌથી વધુ અસર ગુજરાતના સમુદ્ર કિનારાના શહેરોમાં જોવા મળશે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube