Video: ગુજરાત પર બિપરજોય જેવા વાવાઝોડાનો ખતરો, સંભવિત તારીખ અને કયા વિસ્તારને ધમરોળશે તે પણ જાણો
Ambabal Patel Cyclone Prediction: ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યાં મુજબ અરબસાગરમાં બીપરજોય જેવું વાવાઝોડું સર્જાશે.
Ambabal Patel Cyclone Prediction: ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યાં મુજબ અરબસાગરમાં બીપરજોય જેવું વાવાઝોડું સર્જાશે. 16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે. 18 ઓક્ટોબરે લો પ્રેશર બનશે. અને પછી 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત આવશે. જે બંગાળના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. તરત બાદ પશ્ચિમી વિક્ષેભ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફાંટાશે તેવી આગાહી કરવી તે મુશ્કેલ છે પરંતુ જો વાવાઝોડું ઓમાન તરફ ફન્ટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.
આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ જો કે મોટાભાગે હાલની સ્થિતિ જોઈ તો વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા છે. આ ઉપરાંત 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે પવન ફંકાશે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગે વરસાદ આવશે.
મેચમાં વરસાદ વિધ્ન નહીં પાડે
ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. આવતી કાલે મેચમાં વરસાદનું વિઘ્ન નહીં નડે. ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદનું વિઘ્ન નહીં નડે. હવામાન ખાતાનું કહેવું છે કે અમદાવાદમાં વરસાદની શક્યતા નહીં. અત્રે જણાવવાનું કે આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ રમાવવાની છે.
શું કહે છે હવામાન ખાતું
રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યાં મુજબ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. બીજી તરફ વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. 14,15,16 ઓક્ટોબરે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. 14,15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે. દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહેશે, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે.
વધુ વિગતો માટે જુઓ Video