Cyclone Biparjoy: અલકેશ રાવ/રાજકોટ: બીપરજોય વાવાઝોડાની અસર હવે રાજકોટમાં થવા લાગી છે. રાજકોટમાં ભારે પવન ફૂંકાવવાની શરૂઆત થતા જ રાજકોટની રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડમાં આવેલ 35 વર્ષ જૂનું વૃક્ષ ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થઈ જતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઇ હતી. તોતિંગ વૃક્ષ વિજલાઈન ઉપર પડતા વિજપોલ અને વીજ લાઇન તૂટી જતા સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરશે તો...! ઘેટાં-બકરાં ઉડી જાય એટલો ભયંકર પવન ફૂંકાશે


જોકે સદનસીબે વૃક્ષ નીચે કે આજુબાજુ કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી જોકે સ્થાનિકોએ તાત્કાલિક PGVCL અને RMCને જાણ કરતા વીજ કર્મીઓ અને RMCનો સ્ટાફ કટર મશીન અને ક્રેન લઈને પહોંચ્યા છે જ્યાં વૃક્ષને કાપીને તેને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે તો વિજકર્મીઓ દ્વારા વિજપોલ નાખવાની અને વીજ વાયર નાખવાની કામગીરી શરૂ કરાઇ છે. 


વાવાઝોડાની આફત વચ્ચે ગુજરાત પર એક મોટી આફત! કચ્છમાં અનુવાયો ભૂકંપનો આંચકો


સ્થાનિકો આ ઘટના સંદર્ભે નિવેદનો આપી રહ્યા છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, અચાનક વૃક્ષ ધરાશાયી થતાં બધા ડરી ગયા હતા. વિજપોલ તૂટી જતા વીજળી જતી રહી છે. સદનસીબે વૃક્ષ નીચે કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી છે. 35 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થતાં નુકશાન થયું છે. RMC અને PGVCLની ટીમો કામે લાગી છે. બીપરજોય વાવાઝોડાની અસર રાજકોટમાં વર્તાવા લાગી છે. રાષ્ટ્રીય શાળા વિસ્તારમાં તોતિંગ વૃક્ષ ભારે પવનના કારણે ધરાશાયી થયું છે. 


ઉ. ગુજરાત માટે આગામી 2 દિવસ ભારે! સૌથી મોટો ખતરો આ જિલ્લાને! આ વિસ્તારોમાં મેઘો...