Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મહિનાઓ પહેલા ઉમેદવારોનુ લિસ્ટ બહાર પાડવાની આમ આદમી પાર્ટીએ નવો ચીલો ચાતર્યો છે. ત્યારે આપ પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વધુ 12 ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં બિપીન ચૌધરીને મોટી નોટરી લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, વ્યારા બેઠક પરથી બિપીન ચૌધરીના નામની જાહેરાત થઈ છે. બિપીન ચૌધરીએ તાજેતરમાં ભાજપમાંથી રાજીનામું આપી આપમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ ભાજપ સંગઠનના પ્રમુખ પણ રહી ચુક્યા છે.બિપીન ચૌધરીએ કમળ છોડી ઝાડું પકડતાં તેમને લોટરી લાગી છે.


ઉલ્લેખનીય છે કે, આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વધુ 12 ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પાર્ટીએ કુલ 53 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. 



AAPએ વિધાનસભાની ચૂંટણીના વધુ 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર
ભુજથી રાજેશ પંડોરિયા 
ઇડર થી જયંતીભાઈ પ્રણામી
નિકોલ  થી અશોક ગજેરા
સાબરમતી થી જસવંત ઠાકોર
ટંકારા થી સંજય ભટાસના
કોડીનાર થી વાલજીભાઈ મકવાણા
મહુધા થી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા
બાલાસિનોર થી ઉદેસિંહ ચૌહાણ
મોરવા હડફ થી બનાભાઈ ડામોર
ઝાલોદ થી અનિલ ગરાસિયા
ડેડીયાપાડા થી ચૈતર વસાવા
વ્યારા થી બિપીન ચૌધરી