પ્રશાંત ઢીવરે/સુરત: સુરતથી દિલ્લી ફલાઈટ સાથે બર્ડ હિટની ઘટના ઘટી છે. ઈન્ડિગો ફલાઇટ સુરતથી ટેક ઓફ થઈને તરત બર્ડ હિટ થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ફલાઇટને અમદાવાદ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી અન્ય ઈન્ડિગો ફલાઇટમાં મુસાફરોને દિલ્લી લઈ જવાયા હતા. 50થી વધુ મુસાફરો ફલાઇટમાં હતા. જેમાં સુરતના નકુલ પાટીલ અને માતા વર્ષા પાટીલ દિલ્લી એરપોર્ટ પર અટવાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે સુરતવાસીઓ સુરતથી દિલ્લી થઈ કાઠમંડુ જવાના હતા. સુરતમાં ફલાઇટ ટેક ઓફ થઈ ત્યારે  બર્ડ હિટ થયું ત્યારે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સુરતના નકુલ પાટીલ સહિત તેની માતા ઇન્ડિગો ફલાઇટમાં સવાર હતા.



સૌથી પહેલા અમદાવાદ પહોંચી તમામ મુસાફરોને વેટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા. પરંતુ ત્યાં સુધી શું ઘટના બની તે મુસાફરોને જણાવવામાં આવ્યું ન હતું. મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે ઇન્ડિગો કંપનીના કર્મચારીઓએ મુસાફરો સાથે દિલ્લીમાં ઉદ્ધત વર્તન કર્યું હતું અને ફેરવી ફેરવી કાઠમંડુ લઈ જવામાં આવશે તેવી વાત કરી હતી.