ગુજરાતના આ નેતા બર્થ-ડેની કરશે અનોખી ઉજવણી, ગવાશે જીવતાના મરસિયા
ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને મૂળ રિબડાના મહિપતસિંહ જાડેજાના જીવતા મરસિયા ગવાશે. વાત જરા ગળે ઉતરે તેવી નથી પરંતુ મહિપતસિંહ જાડેજાએ પોતાના 83માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાની જાહેરાત કરી છે. રાજકોટ નજીક રિબડા ખાતે હજારો લોકોની હાજરીમાં ગુજરાતના પ્રખ્યાત 12થી વધુ કવિરાજ મહિપતસિંહની હાજરીમાં તેના મરસિયા ગાશે અને મહિપતસિંહ ગામની દિકરીઓને કન્યાદાન અને ગરીબોને દાન પણ આપશે.
રક્ષિત પંડ્યા/રાજકોટ: ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને મૂળ રિબડાના મહિપતસિંહ જાડેજાના જીવતા મરસિયા ગવાશે. વાત જરા ગળે ઉતરે તેવી નથી પરંતુ મહિપતસિંહ જાડેજાએ પોતાના 83માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાની જાહેરાત કરી છે. રાજકોટ નજીક રિબડા ખાતે હજારો લોકોની હાજરીમાં ગુજરાતના પ્રખ્યાત 12થી વધુ કવિરાજ મહિપતસિંહની હાજરીમાં તેના મરસિયા ગાશે અને મહિપતસિંહ ગામની દિકરીઓને કન્યાદાન અને ગરીબોને દાન પણ આપશે.
મહિપતસિંહ જાડેજાનો 24મી મેના રોજ 83મો જન્મદિવસ છે. અને આ જન્મદિવસની પોતાના મરસિયા સાંભળીને ઉજવણી કરવાના છે. મહિપતસિંહ જાડેજાના કહેવા પ્રમાણે કોઇ માણસ મૃત્યુ પહેલા મરસિયા સાંભળી ન શકે પરંતુ તેમણે જીવન જીવી લીઘુ છે અને હવે તેની મરસિયા સાંભવાની ઇચ્છા છે. મરસિયાની આ પરંપરા શુરા રણબંકા હમીરજી ગોહીલ બાદ ક્ષત્રિય સમાજના મહિપતસિંહ પોતાના મરસિયા ગવડાવશે અને લોકસાહિત્યના 12 જેટલા પ્રખ્યાત કવિઓ આ મરસિયા ગાશે તેની સાથે સાથે મહિપતસિંહ રીબડાની 111 દિકરીઓને કન્યાદાનના રૂપે ભેટ આપશે જ્યારે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે સાથે સાથે ગામના જરૂરિયાતમંદોને પણ ભેટ આપવામાં આવશે.
અમદાવાદ: મોઝશોખ પૂરા કરવા માટે વાહન ચોરી કરતો યુવાન પોલીસે ઝડપ્યો
પરિવારજનોમાં પણ મહિપતસિંહની આ ઇચ્છા પુરી કરવા માટે અનોખો ઉત્સાહ છે. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે જેના માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું નામ છે. તેઓને સરકાર દ્રારા બારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ગોંડલના ધારાસભ્ય બન્યા હતા.
અમદાવાદનો કુખ્યાત ગુનેગાર શિવા મહાલિંગમ અંતે આવ્યો પોલીસ પકડમાં
તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી છે જેના તેઓ પ્રમુખ છે. મહિપતસિંહ જાડેજા પોતે માની રહ્યા છે કે, જીવનના તમામ રંગો તેમણે જોઇ લીઘા છે. અને એટલા માટે અંતિમ રંગ પોતાના જ મરસિયા પણ તેઓ જોવા માંગે છે અને એટલા માટે જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ગુજરાતમાં 300 વર્ષ પહેલાં સોમનાથના પટાંગણમાં હમીરજી ગોહિલ જીવતા મરસિયા ગવળાવ્યા હતા. અને ત્યારબાદનો આ બીજો બનાવ છે જે આગામી 24 મેં ના રોજ યોજાનાર છે.