ઉદય રંજન/અમદાવાદ :હાલ ગુજરાતના 36 શહેરોમાં કરફ્યૂ છે, ત્યારે અમદાવાદમાં પણ કરફ્યૂ ચાલી રહ્યો છે. આવામાં અનેક લોકો કરફ્યૂનો ભંગ કરતા દેખાય છે. ત્યારે અમદાવાદના કરફ્યૂમાં રાત્રિના સમયે ટોળા જામીને કેક કાપવાના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર આવી ઉજવણી જોવા મળી છે. અમદાવાદમાં કરફ્યૂ સમયે તલવારથી કેક કાપી ઉજવણી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના નિકોલ વિસ્તારમાં લાલ કૃષ્ણ અડવાણી એપાર્ટમેન્ટનો આ બનાવ છે. જેમાં તલવારથી થતી કેક કાપવાની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 10 થી વધુ કેક કાપીને બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સાથે જ યુવકોએ વીડિયોમાં નિકોલના કિંગ હોવાનું પણ લખ્યું છે. 


આ પણ વાંચો : લોન પર વેન્ટીલેટર!!! આવુ તો ગુજરાતમાં જ શક્ય છે, જાણો શું છે વલસાડ જિલ્લાની આ સ્કીમ 


ત્યારે નિકોલમાં જન્મ દિવસ પર તલવાર સાથે કેક કાપવાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. નિકોલ પોલીસે ત્રણ આરોપીઓની આ ઘટનામાં ધરપકડ કરી છે. નિકોલના લાલકૃષ્ણ અડવાણી એપાર્ટમેન્ટમાં યુવકના જન્મ દિવસની ઉજવણી કરી તલવારથી કેક કાપવામા આવી છે. તલવાર હાથમાં રાખીને ઉજવણી કરાતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કરફ્યૂના સમયમાં રાત્રે 12 વાગ્યે જન્મ દિવસ ઉજવણી કરવા લોકો ભેગા થયા હતા. પોલીસે આરોપી ઓ વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. 


આ પણ વાંચો : રાત્રિ કરફ્યૂની મુદત વધશે કે પછી નવા શહેરો સામેલ થશે, આજે ગુજરાત સરકાર લેશે નિર્ણય