ઝી બ્યુરો/કચ્છ: માણસાઈને લજવે એવો બનાવ સામે આવ્યો હતો. કચ્છના ભુજમાંથી કોઈ અજાણ્યો વ્યક્તિ કૂતરી સાથે બળાત્કાર અને સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય કરતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ માદા ડોગનું મોત થયું છે. આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે વપરાયેલા કોન્ડમ માદા ડોગના ગર્ભાશયમાંથી મળી આવ્યા હતા. અને તે પણ એક-બે નહીં, 6, 7 જેટલા કોન્ડોમ મળી આવ્યા છે. અબોલ પ્રાણીઓનું રેસ્ક્યૂ કરી તેની સારવાર કરતી સંસ્થાએ આ માદા ડોગને બચાવવાના ખુબ જ પ્રયત્નો કર્યા હતા. પરંતુ કૂતરી માણસાઈની ક્રુરતા સામે જિંદગીનો જંગ હારી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિકૃતિની પરાકાષ્ઠા:અજાણ્યા શખસે કૂતરી સાથે કર્યો બળાત્કાર, ગર્ભાશયમાંથી મળ્યા કન્ડોમ


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભુજના આરટીઓ રિલોકેશન સાઈટ વિસ્તારની રાજગોર સમાજવાડી પાસે 30 નવેમ્બરે સાંજના લગભગ સાડા છ વાગ્યે એક બીમાર કૂતરી આંટા મારી રહી હતી. કોઈએ જોયું તો કૂતરીના પ્રાઈવેટ પાર્ટમાં જીવડા પડી ગયા હતા. ત્યારબાદ કોઈ સેવાભાવી વ્યક્તિએ સાર્વજનિક સંસ્થાને ફોન કર્યો હતો અને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી.  અનેકવાર બળાત્કારનો ભોગ બનેલી કૂતરીને શેલ્ટર હોમમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું અને તેના ગર્ભાશયમાંથી કોન્ડમનો મોટા પ્રમાણનો જથ્થો બહાર કાઢ્યો હતો. કન્ડોમ જોતા ખબર પડી હતી કે કોઈએ વારંવાર કૂતરી સાથે અમાનવીય કૃત્ય કર્યું હશે. 


ભાવનગરમાં મોટા ઘરના સગીર નબીરાએ પોતાના જન્મદિને અકસ્માત સર્જ્યો, અનેક વાહનોને કચડ્યા


આ ઘટનાની ગંભીરતાને જોતા સંસ્થાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અબોલા પ્રાણી પર જબરદસ્તી અમાનવીય વર્તન કર્યું હતું અને પછી તેને પોતાના હાલ પર છોડી દીધું હતું. અંતે સારવારના આટલા સમય બાદ સંસ્થા કૂતરીને નહોતી બચાવી શકી. 


ખળભળાટ! બે પ્રેમીઓએ ષડયંત્ર રચી વૃદ્ધાનું ઢીમ ઢાળ્યું, સનસનાટી મચાવતી સ્ટોરી


અબોલ જીવોને કંઇ વાતની મળી રહી છે સજા?
નોંધનીય છે કે, રોજબરોજના જીવનમાં કોઇ એક ટોપિક મળી ગયા પછી અમુક વાતો આપણે ખૂબ હળવેથી લેતા હોઇએ છીએ. પરંતુ આ કંઇક એ પ્રકારના સમાચાર થઇ ગયા છે, પણ શું આને હળવેથી લેવાય? જે પ્રાણીઓ અબોલ છે અજાણ છે તેમનો ઉપયોગ માનવ માત્ર પોતાની મઝા માટે કરે છે. ત્યારે સવાર એ ઉભો થાય છે કે આ અબોલ જીવોને કંઇ વાતની સજા મળી રહી છે? 


માત્ર 35 હજારનું રોકાણ કરી કરોડપતિ બની ગયા ઈન્વેસ્ટરો, આ કંપનીએ કરી દીધો કમાલ


લાલ અને સફેદ રંગનાં અંદાજે 6, 7 જેટલા કોન્ડોમ
કચ્છનાં ભુજ ખાતે કોઈ અજાણ્યા વ્યક્તિએ કૂતરી સાથે તેના પ્રાઈવેટ પાર્ટમાં અભદ્ર કૃત્ય કરી અને તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો અરેરાટી વ્યાપી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. આ શખ્સે માદા ડોદની યોનીમાં રબર જેવી વસ્તુ દેખાતા તેને બહાર કાઢતા લાલ અને સફેદ રંગનાં અંદાજે 6, 7 જેટલા કોન્ડોમ બહાર કાઢ્યા હતા. જોકે, દુર્ભાગ્યવશ સારવાર દરમિયાન ફિમેલ ડોગનું મોત થયું છે. જે અંગે ભુજ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો છે.