બિટકોઇન કૌભાંડ: ગુજરાત હાઇકોર્ટે આપ્યા અમરેલી LCBના 5 કોન્સ્ટેબલને જામીન
ચકચારી બિટકોઇન કેસમાં ગુજરાત હાઇકોર્ટે પાંચ એલસીબીના કોન્સ્ટેબલને કર્યા જામીન પર મુક્ત
અમદાવાદ: રાજ્યભરમાં ચકચારી બનેલા અમરેલીના બિટકોઇન કેસમાં છેલ્લા બે માસથી એસ.પી જગદીશ પટેલ, પી.આઇ અનંત પટેલ તથા અમરેલી LCBના 9 કોન્સ્ટેબલોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે થોડા દિવસ અગાઉ 4 કોન્સ્ટેબલોને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. અને હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા બીજા 5 કોન્સ્ટેબલને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આરોપી કોન્સ્ટેબલ તરફથી એડવોકેટની ધારદાર દલીલ પર નામદાર હાઇકોર્ટના જજ ઢોલરિયા સામે બચાવ પક્ષના વકીલની દ્વારા લગાવેલા તમામ આરોપો ખોટા સાબિત થયા છે. કોન્સ્ટેબલો દ્વારા કોઇ પણ પ્રકારનો આર્થિક વહીટવટ કરવામાં આવ્યો નથી.
કોન્સ્ટેબલ દ્વારા માત્રા અધિકારીના આદેશનું પાલન જ કરાયું: હાઇકોર્ટ
બિટકોઇન કેસમાં ધરપકડ કરાયેલા તમામ કોન્સ્ટેબલો દ્વારા કોઇ પણ પ્રકારનો આર્થિક વહીવટ કરવામાં આવ્યો નથી માત્ર અધિકારીની સુચનાનું પાલન જ કરવામાં આવ્યું હોવાથી આ પ્રકારની દલીલને માન્ય રાખી હાઇકોર્ટ દ્વારા બાકીના 5 કોન્સ્ટેબલને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે. જેમાં સંજય પદમણી, જગદીશ ઝનકાત, પ્રતાપ ડેર, શુરેશ ખુમાણ તથા મયુર માગરોળિયાનો સમાવેશ થાય છે. જ્યારે હજી પણ એસ.પી જગદીશ પટેલ તથા પી.આઈ અનંત પટેલ જેવા મોટા માથા જેલમાં છે. જેને જમીન મળ્યા નથી. મહત્વનું છે, કે આજ કેશમાં ધારીના માજી ધારાસભ્ય નલિન કોટડીયા ફરાર છે.