ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના અનેક વિસ્તારોમાં હવે રેસ્ટોરેન્ટ અને હૉટલો શરૂ થઈ છે. ત્યારે અનેક લોકો આવી હોટલોમાં ખાવા માટે જતાં હોય છે. અનેકવાર તો આવી હોટલોમાં ખાવાની વસ્તુઓમાં ઈયળો, જીવાત અને વંદા જેવા જંતુઓ જોવા મળતા હોય છે. એટલું જ નહીં કેટલીક તો જાણીતી રેસ્ટોરન્ટો અને ફૂડ ચેઇનમાંથી ભોજનમાં જંતુઓ મળી આવવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે હાલ અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. ગુલબાઇ ટેકરા પાસેની મોચા રેસ્ટોરન્ટમાં વેજ ઓર્ડરને બદલે નોનવેજ ફૂડ પીરસાતા ખળભળાટ મચી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ તરફી ક્ષત્રિયોનું ભાવનગર બાદ ગોંડલમાં સંમેલન, જાડેજા આગ ભડકાવશે કે ઠારશે


જે લોકો બહારનું ખાવાના શોખીન હોય તે લોકો જો જો…આડેધડ ઝાપટવા ન માંડતા. કેમ કે બહાર ખાવોનો શોખ તમને ભારે પડી શશકે છે. આજકાલ લોકો બહારનું વધુ પડતું જમતા થઈ ગયા છે. ગુજરાતનું દેશી ખાણુ મુકી અંગ્રેજી ફૂડ પેટ ભરી ભરીને ખાય છે અને પછી ભરી ભરીને રૂપિયા હોસ્પિટલોમાં આપે છે. અવારનવાર ફૂડ રેસ્ટોરન્ટના ચોંકાવી દેતા વિડિયો વાયરલ થાય છે, લોકો જુએ છે અને ભૂલી જાય છે. ત્યારે અમદાવાદમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગુલબાઇ ટેકરા પાસેની મોચા રેસ્ટોરન્ટમાં વેજ ઓર્ડરને બદલે નોનવેજ ફૂડ પીરસાતા ખળભળાટ મચી ગયો હતો. 


હાર્દિકે દુનિયાના બેસ્ટ બોલર સાથે આ કેવું વર્તન કર્યું? બુમરાહનો ચહેરો ઉતરી ગયો


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં ગુલબાઇ ટેકરા પાસે આવેલી મોચા રેસ્ટોરન્ટમાં વેજ સેંડવીચના ઓર્ડરમાં નોનવેજ સેંડવીચ પીરસાયા હોવાનો કિસ્સો હાલ ચારેબાજુ ચર્ચામાં છે. અહીં એક ગ્રાહકે ઝોમેટો ફુડ ડિલિવરીમાંથી મંગાવેલી વેજ સેંડવીચના બદલે નોન વેજ સેંડવીચ આવી હતી. જેના કારણે ગ્રાહકે ડેપ્યુટી હેલ્થ ઓફિસરને પત્ર લખીને સમગ્ર ઘટનાની ફરિયાદ કરી હતી. પિક અપ મીલ્સ બાય યેરામાં ઓર્ડર આપ્યાનો ગ્રાહકે દાવો કર્યો હતો.