ગુજરાતી ખેલાડીઓની કડવી વાસ્તવીકતા! આંતરરાષ્ટ્રીય સ્તરની તિરંદાજ પાસે સ્પર્ધામાં જવા માટે પૈસા નથી
આંતર રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત તીરંદાજ પ્રેમિલા બારિયા જે ઘોઘંબા તાલુકાની શ્રીજી આશ્રમ શાળામાં પ્રેક્ટીસ કરી દેશ અને રાજ્ય રાજ્ય સહિત પોતાના વિસ્તારનું પણ નામ રોશન કર્યું હતું. તે જ આશ્રમ શાળામાંથી વધુ એક આદીવાસી તીરંદાજ અનીતા રાઠવા ઝારખંડના જમશેદપુરમાં આગામી ૧ ઓક્ટોબર થી ૩ ઓક્ટોબર સુધી યોજાનાર રમતોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાએ તીરંદાજીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર છે. રાષ્ટ્રીય કક્ષાએ અગાઉ અનેક મેડલ મેળવી ચુકેલી અનીતા રાઠવાને દેશ માટે ઓલમ્પિકમાં ક્વોલીફાય થઇ ગોલ્ડ મેડલ જીતવો છે પરંતુ આ આ સપના આગળ અનીતાને નડી રહ્યું છે. ગરીબી અને લાચારીનું વિધ્ન.
જયેન્દ્ર ભોઇ/ઘોઘંબા : આંતર રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત તીરંદાજ પ્રેમિલા બારિયા જે ઘોઘંબા તાલુકાની શ્રીજી આશ્રમ શાળામાં પ્રેક્ટીસ કરી દેશ અને રાજ્ય રાજ્ય સહિત પોતાના વિસ્તારનું પણ નામ રોશન કર્યું હતું. તે જ આશ્રમ શાળામાંથી વધુ એક આદીવાસી તીરંદાજ અનીતા રાઠવા ઝારખંડના જમશેદપુરમાં આગામી ૧ ઓક્ટોબર થી ૩ ઓક્ટોબર સુધી યોજાનાર રમતોત્સવમાં રાષ્ટ્રીય કક્ષાએ તીરંદાજીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર છે. રાષ્ટ્રીય કક્ષાએ અગાઉ અનેક મેડલ મેળવી ચુકેલી અનીતા રાઠવાને દેશ માટે ઓલમ્પિકમાં ક્વોલીફાય થઇ ગોલ્ડ મેડલ જીતવો છે પરંતુ આ આ સપના આગળ અનીતાને નડી રહ્યું છે. ગરીબી અને લાચારીનું વિધ્ન.
GUJARAT CORONA UPDATE: નવા 21 કેસ, 19 સાજા થયા એક પણ મોત નહી
આદિવાસી બાહુલ્ય ધરાવતા ઘોઘમ્બા પંથકની દીકરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ તીરંદાજી રમતમાં ભાગ લઈ દેશનું નામ રોશન કરવાની મહેચ્છાઓ સેવી રહી છે. પરંતુ કમનસીબી એ છે કે સાત સાત વાર રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું પરફોર્મન્સ રજૂ કરી સિનિયર કક્ષામાં ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ ગુજરાત રાજ્યને અપાવી ચુકેલી અમીતા રાઠવા પાસે યોગ્ય સાધનોનો અભાવ હોવાથી. તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે જરૂરી પ્રેકિટસ નથી કરી શકતી અને ભાગ લેવાની મહેચ્છાને પોતાના દિલમાં દબાવી રહી છે. બીજી તરફ માતા પિતાની આર્થિક સ્થિતિ સારી નહિં હોવાથી તે પોતે મોંઘાદાટ સાધનોની ખરીદી કરી શકે એમ નથી ત્યારે સરકાર અથવા કોઈ દાતા આ ખેલાડીની છુપી પ્રતિભા અને તેણીના મનમાં છુપાયેલી આશાઓને પુરી સહભાગી બને એવી અપેક્ષા વ્યક્ત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારમાં આવા કેટલાય બાળકો પોતાની પ્રતિભાઓ છુપાવી બેઠા છે. જેને ઉજાગર કરવા સરકાર પણ રસ દાખવે એ જરૂરી જણાય રહ્યું છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોના બાળકોમાં રહેલી છુપી પ્રતિભાને બહાર લાવવા નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની ગુજરાત રાજ્યમાં શરૂઆત કરી હતી. જેનાબાદ કેટલાય ખેલાડીઓ પોતાના પરફોર્મન્સ સાથે ઉભરી આવ્યા છે. આ જ પ્રકારે ઘોઘમ્બા તાલુકાના બોર ગામની અને ઘોઘમ્બા શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ કરતી પ્રેમીલા બારીયા આજે આંતરરાષ્ટ્રીય તીરંદાજીના શિખરે પહોંચી ગઈ છે. શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે રમત ગમતનું પણ જ્ઞાન આપવામાં આવે છે છે.જેની ફળશ્રુતિનું જીવંત દ્રષ્ટાત બીજી એક વિદ્યાર્થીની અમીતા રાઠવા બની છે.
VADODARA: 7 કાચબા પર તાંત્રીક વિધિ અને પછી ચેતન પટેલના ઘરે થયો રૂપિયાનો વરસાદ અને..
ઘોઘમ્બાના શામળકુવા ગામની અમીતા રાઠવા સામાન્ય પરિવારની દીકરી છે. તેની માતા બાળકોના અભ્યાસ માટે વર્ષોથી શ્રીજી આશ્રમ શાળામાં રસોઈ બનાવવાની કામગીરી કરે છે અને પિતા ખેતી કામ કરી રહ્યા છે. અમીતા રાઠવાએ પણ શ્રીજી આશ્રમ શાળામાં જ ધોરણ આઠ સુધી માતા સાથે રહી અભ્યાસ કર્યો છે. દરમિયાન તેણીએ તીરંદાજીમાં રસ દાખવી કોઈપણ યોગ્ય સુવિધાઓ વિના ધગશ રાખી અમીતાએ સ્થાનિક, રાજ્યકક્ષા અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષા સુધીના રમતોત્સવમાં ભાગ લઈ ચુકી છે. અમીતા રાઠવા પોતાની કાબેલિયત થકી એક બે વાર નહિં સાત વાર રાષ્ટ્રીય કક્ષાએ તીરંદાજીમાં સિનિયર વિભાગમાં ભાગ લઈ ચુકી છે. જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાત, પંચમહાલ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યુ છે. હાલ હાલોલ ખાતે સ્નાતકનો અભ્યાસ કરતી અમીતા આગામી 1 ઓક્ટોમ્બરથી ઝારખંડના જમશેદપુર ખાતે રમાનારી રાષ્ટ્રીય સ્તરના રમતોત્સવમાં સિનિયર કેટેગરીમાં ભાગ લેવા જઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube