Gujarat BJP Candidate List: ગુજરાતમાં BJPની 160 ઉમેદવારોની યાદી જાહેર, સરકારના મંત્રીઓ સહિત ભાજપે 38 ધારાસભ્યોનું પત્તું કાપ્યું
આશ્ચર્યની વાત એ છે કે ભાજપે વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસના આયાતીઓમાંથી હકુભાનું પત્તું કપાયું છે. પરંતુ કોંગ્રેસ છોડીને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને નોટરી લાગી છે. હાર્દિક પટેલને વિરમગામમાંથી ટિકિટ આપી છે.
Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જેમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
આશ્ચર્યની વાત એ છે કે ભાજપે વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસના આયાતીઓમાંથી હકુભાનું પત્તું કપાયું છે. પરંતુ કોંગ્રેસ છોડીને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને લોટરી લાગી છે. હાર્દિક પટેલને વિરમગામમાંથી ટિકિટ આપી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube