ગાંધીનગર:  ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. મિશન 2024 માટે પ્રદેશ ભાજપની નવી રણનીતિ ઘડી કાઢી છે. લોકસભાની તમામ બેઠકો ફરીથી જીતી હેટ્રિકનો ટાર્ગેટ કાર્યકરોને આપ્યો છે, એટલું જ નહીં, વિપક્ષની ડિપોઝીટ જપ્ત થાય તેવો લક્ષ્યાંક સીઆર પાટિલે આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ બેઠકો મેળવવા માટે ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી છે. સુરેન્દ્રનગરમાં મળેલી કારોબારી બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તમામ કાર્યકર્તાઓને સંકલ્પ લેવડાવ્યો હતો. ગુજરાતમાં ફરી 26 બેઠકો મેળવી જીતની હેટ્રિકનો સંકલ્પ સી. આર. પાટીલે લેવડાવ્યો હતો, સાથે વિપક્ષની ડિપોઝિટ જપ્ત થાય તે રીતે બુથ મેનેજમેન્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. લોકસભાની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર ભાજપની નજર છે અને તેમાં જીત માટે ફોર્મ્યૂલા તૈયાર કરવામાં આવી રહી છે.


રાજકોટની શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે કરાવી જીવના જોખમે સફાઈ, VIDEO વાયરલ


ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતને રાજકારણમાં નવો ઇતિહાસ બનાવ્યો છે. ગુજરાતમાં ચૂંટણી જીત્યા બાદ હવે ભાજપે લોકસભા મિશન-2024 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની 26માંથી 26 બેઠક મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે. લોકસભા ચૂંટણીમાં વિપક્ષની ડિપોઝિટ જપ્ત કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે. આજે પ્રદેશ કારોબારી બેઠકના બીજા દિવસે આ લક્ષ્યાંક પાર પાડવા ચર્ચા થશે.


હેટ્રિક મેળવવામાં વધારે મુશ્કેલી નહીં પડે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 હેઠકો જીતી છે. આ 156 બેઠકો જીત્યા બાદ ભૌગોલિક રીતે જોઇએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકોમાં ભાજપને હેટ્રિક કરવામાં વધારે મુશ્કેલી નહીં પડે. તેની સામે કોંગ્રેસનું મનોબળ ખૂબ તૂટેલું હશે એ વાતની પણ કોઈ શંકા નથી. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા વિવિધ નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે જેની મોટી અસર થશે. આ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપ ગુજરાત ચૂંટણી વખતે બનાવવામાં આવેલી રણનીતિ મુજબ જ કામ કરશે અને ગુજરાત મોડલનો પ્રયોગ દોહરાવીને અન્ય રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં બેઠકો કબજે કરે તેવી શક્યતાઓ છે.


કોંગ્રેસ એક્શન મોડમાં,પક્ષ વિરોધી પ્રવૃત્તિ મુદ્દે પ્રગતિ આહીર સહિત 2 નેતાઓ સસ્પેન્ડ


ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીનો આજે બીજો દિવસ છે. જેમાં આજે ગૃહ વિભાગની કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેઝન્ટેશન કર્યું.  જેમાં તેમણે વ્યાજના દૂષણ સામેની ગુજરાત સરકારની લડાઈનો ચિતાર આપ્યો હતો. સાથે ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકારે કરેલી કામગીરીનો અહેવાલ આપ્યો. આ સાથે સહકાર ક્ષેત્રમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી મામલે મંત્રી જગદીશ પંચાલે પ્રેઝન્ટેશન કર્યું. જેમાં માહિતી આપવામાં આવી કે, રાજ્યની મોટી 373 સહકારી સંસ્થાઓ પર ભાજપનો દબદબો છે અને તેના વિકાસ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.