ગૌરવ દવે/રાજકોટ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ચારેતરફ રાજકીય માહોલ ગરમ છે. ગુજરાતનો એક પણ ખૂણો એવો નહિ હોય જ્યાં ચૂંટણી રંગ લાગ્યો નથી. નાનામાં નાના કાર્યકર્તાઓથી માંડીને મોટા ગજાના નેતા દરેક ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. આવામાં ક્યાંક એવી પળ આવી જતી હોય જ્યાં તેઓ હળવાશ અનુભવતા હોય છે. રાજકોટમાં રાજકીય પાર્ટીના જમાવડા વચ્ચે વિરોધી નેતાઓ હળવા મૂડમાં આવીને એકબીજા સાથે હસીમજાક કરતા જોવા મળ્યા હતા. રાજકારણમાં ક્યારેક આવુ પણ જોવા મળે છે. વિરોધ પક્ષ હોય તો શું થયું, સાથે ઉભા રહે એટલે ભેદ ભૂલાઈ જાય છે. રાજકોટમાં એરપોર્ટ વચ્ચે આવુ જ કંઈક જોવા મળ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ એરપોર્ટ પર રાજકીય પાર્ટીનો જમાવડો થયો હતો. આ જમાવડા વચ્ચે રાજકીય ભેદ ભૂલાયો હતો. કયો પક્ષ ભૂલીને બે અલગ અલગ પાર્ટીના નેતાઓ એકબીજા સાથે મેળમિલાપ કરતા જોવા મળ્યાં. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાં રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી અને રાજકોટ ગ્રામ્ય બેઠકના આપના ઉમેદવાર વસરામ સાગઠીયાએ હળવી પળો માણી હતી. બંને એકબીજાની સાથે મજાક કરતા જોવા મળ્યા હતા.



આવું કેમ બન્યું
બન્યુ એમ હતું કે, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને ગોવિંદ પટેલ સહિતના નેતાઓ રાજકોટ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સ્વાગત કરવા પહોંચ્યા. તો બીજી બાજુ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના સ્વાગત માટે આવ્યા હતા. બે પાર્ટી ભેગી થઈ જતા તેઓએ સાથે મળીને હળવાશની પળો માણી.