ગુજરાત :ભાજપે ગઈકાલે 4 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જોકે, હજી 4 મહત્વની બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. કહેવાય છે કે, આ ચારેય બેઠકોનુ કોકડુ ભાજપ માટે ઉકેલવુ મુશ્કેલ બની રહ્યું છે. ભાજપ કોને ઉમેદવાર જાહેર કરવા તે મામલે અસમંજસમાં છે. આ બેઠકો છે અમદાવાદ પૂર્વ, સુરત, મહેસાણાની લોકસભા બેઠકો તથા ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠક. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ V/s કોંગ્રેસ : ગુજરાતની આ 8 બેઠક પર કોની વચ્ચે છે સીધી ટક્કર, જુઓ


આમ તો આ ચારેય સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપ ભલે સ્થાનિક સ્તરે કોઈ કાર્યકર્તાઓની નારાજગી ન હોવાનું બણગુ ફૂંકતી હોય, પણ આ ચાર સીટ પર ઉમેદવારોના નામ હજી ફાઈનલ નથી થયા તે તો સ્વીકારવું જ રહ્યું. બીજી તરફ, સુરત, અમદાવાદ પૂર્વમાં પેરાશૂટિયા ઉમેદવારો લાવે તેવી શક્યતા છે. તો આ ચારેય બેઠક પર પાર્ટી નવા ચહેરા ઉતારવા માંગે છે તેવું ચર્ચાઈ રહ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પણ કેટલીક બેઠકો પર અટવાયેલી છે. ત્યારે આજે કે આવતીકાલે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થાય તેવી આતુરતાથી કાર્યકર્તાઓ રાહ જોઈને બેસ્યા છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસ 13 બેઠકો ઉપર ઉમેદવારો નક્કી કરી શકી નથી. જ્યારે ભાજપના ત્રણ નામ પણ અટક્યા છે. તેમજ ભાજપે હજી ઊંઝાની પેટાચૂંટણી માટે પણ ઉમેદવાર જાહેર કર્યો નથી. 


ગુજરાતની લોકસભા ચૂંટણીના તમામ અપડેટ્સ માટે કરો ક્લિક