ગીર-સોમનાથઃ ગીરસોમનાથ જિલ્લાના આંકોલવાડી ગામે કોંગ્રેસના ઉમેદવાર પૂંજાભાઈ વંશના પ્રચાર માટે હાર્દિક પહોંચ્યો ત્યારે ઝી 24 કલાકે તેની સાતે વિશેષ વાતચીત કરી હતી. જેમાં હાર્દિકે જણાવ્યું કે, વિવિધ મુદ્દાઓ પર લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પછી આ બાબત ભાજપને પસંદ ન હોય એવું લાગી રહ્યું છે. ભાજપ નથી ઈચ્છતી કે 25 વર્ષના યુવાનો પછી તે હાર્દિક હોય કે કોઈ અન્ય તે સરકાર સામે બોલે. આ સાથે જ હાર્દિકે સરકાર દ્વારા તેને સુરક્ષા પૂરી પાડવા માટે આપવામાં આવેલી ઓફર પણ ઠુકરાવી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિકે વધુમાં જણાવ્યું કે, "ખેડૂતોની વાત હોય, પાક વિમો માગવો, પાણી માગવો. યુવાનો માટે શિક્ષણ, નોકરી માગવી, રોજગારી માગવી વગેરે મુદ્દે સરકારને નથી ગમતું. ગુજરાતની ભાજપ સરકાર સામે બોલાનારા લોકો પર હુમલા કરવા, ધમકી આપવી એ ભાજપની નીતિ રહી છે. ગઈકાલે લુણાવાડા સભા કરવા ગયા ત્યાં હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ન આપી હતી. આજે સુરેન્દ્રનગરમાં કડીથી આવેલા એક યુવાન દ્વારા મારા પર હુમલાનો પ્રયાસ કરાયો છે."


હાર્દિકે કહ્યું કે, "આવી પરિસ્થિતિમાં પણ અમે અમારો અવાજ ઉઠાવતા રહીશું. ભાજપ ગમે તેટલા હુમલા કરે, પરેશાન કરશે, રોકવાના પ્રયાસ કરે તો પણ અમે અમારો અવાજ ઉઠાવતા રહીશું."


હાર્દિકને જ્યારે પુછવામાં આવ્યું કે, તમારી સાથે ગેરવર્તણુક કરનારી વ્યક્તિ સામે તમે શું પગલા ભર્યા? હાર્દિકે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, "હું કોઈની વિરુદ્ધમાં કામ કરવા માગતો નથી. મારી સીધી લડાઈ સરકાર સાથે છે. મારે સવાલ સરકારને કરવાના હોય, જવાહરલાલ નેહરુને ન પુછવાના હોય? રાજ્યમાં વિજય રૂપાણીની સરકાર હોય તો મારે તેમને પુછવાનું હોય, કેશુબાપાને પુછવા જવાનું ન હોય."


શહીદ પાટીદાર પરિવારોને પૈસાની ઓફર આપતો આશા પટેલનો ઓડિયો વાયરલ


હાર્દિકે કહ્યું કે, "અમે સરકાર પાસે ન્યાય માગી રહ્યા છીએ. તેના બદલે સરકાર અમને હેરાન કરવાનું, પરેશાન કરવાનું કામ કરે છે. રાજકોટમાં પણ તાજેતરમાં રેલી કાઢનારા ખેડૂતો પર લાઠી વરસાવાઈ હતી. પાટીદાર આંદોલનમાં 14-14 યુવાનોને ગોળીએ દીધા હતા."


ભાજપ એવું કહે છે કે આ અમારો માણસ નથી. હાર્દિકે કહ્યું કે, "એ વ્યક્તિ ભાજપનો જ છે. ભાજપના નેતાઓ સાથે તેના ફોટા પણ છે અને પાર્ટીએ તેને જવાબદારી પણ સોંપેલી છે."


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...